સુરત એસ.ટી.ડિવિઝનના સોનગઢ ડેપો સંચાલિત એસ.ટી. રુટ સોનગઢ અંકલેશ્વર એસ.ટી બસને વાયા રાજપરા ગામના મુખ્ય બસ સ્ટેશને નહીં લવાતા રાજપરા ગામના મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સોનગઢથીઅંકલેશ્વર સુધી દોડાવવામાં આવતી સરકારી એસ.ટી.બસના ડ્રાઈવર કંડકટર મનસ્વી વર્તન કરી એસ.ટી બસ ને વાયા રાજપરા ગામમાં લઈ જતા નથી.આ બાબતે સ્થાનિક આગેવાનો દ્વારા ડ્રાઈવર કંડક્ટર ને અનેક વાર વિનંતી કરવા છતાં તેઓ ફરિયાદ સાંભળતા નથી.
જેને કારણે રાજપરા ગામના મુસાફરો અને ખાસ વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.જ્યારે રાજપરા ગામેથી પસાર થતી તમામ સરકારી એસ.ટી બસો રાજપરા ગામના મુખ્ય બસ સ્ટેશન પર જાય છે.પરંતુ એકમાત્ર સોનગઢથીઅંકલેશ્વર જતી એસ. ટી.બસ રાજપરા ગામના મુખ્ય બસ સ્ટેશને જતી નથી.ડેહલી અને વાલિયા ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં રાજપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેથી વિધાર્થીઓ અને મુસાફરો આ બસની કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી ને રાહ જોતા હોય છે.પરંતુ ડ્રાઇવર અને કંડકટર બાયપાસ રોડ પરથી એસ.ટી બસ હંકારી જાય છે.
જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે.ત્યારે સોનગઢ એસ.ટી.ડેપો ના જવાબદાર અધિકારી વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી કાર્યવાહી કરી ડ્રાઇવર કન્ડકટરોને સૂચના આપી એસટી બસને રાજપર ગામમાં વાયા કરાવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. વધુમાં આ સંદર્ભમાં રાજપરા ગામના સરપંચ દ્વારા એસ.ટી વિભાગ ને વિદ્યાર્થીઓની મુશ્કેલી મુદ્દે લેખિત રજૂઆત થઈ છે. અંતમા વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ જણાવ્યું કે આ માગણી નહીં સંતોષાયતો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ આંદોલન કરશે.
વિનોદ મૈસુરીયા : વાંકલ