Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત : ચાર માસથી હતા કોમામાં

Share

સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેઓ છેલ્લા ચાર માસ થી સારવાર હેઠળ કોમા માં જતા રહ્યા હતા.માંગરોળ તાલુકાના નાંદોલા ગામના વતની અને વાંકલ ગામીત ફળિયા ના જમાઈ જે સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત  નીપજ્યું હતું.

 પ્રાપ્ત વિગતો અનુસાર રણજીતભાઈ પાંચાભાઇ ચૌધરી (ઉં.વર્ષ ૪૮)જેઓ સુરત એરપોર્ટ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.તેમને ચાર માસ અગાઉ ફરજ દરમિયાન એકાએક બાથરૂમમાં પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સ્ટાફના પોલીસ મિત્રો ની મદદથી નજીકની વેસુ ની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેઓ એકાએક કોમામાં જતા રહ્યા હતા જેથી ડોક્ટરની સલાહ મુજબ તેમને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી રહી હતી બે દિવસ અગાઉ તેમની વધુ તબિયત બગડતા તેમને તાત્કાલિક પિપલોદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેમને વધુ સારવાર દરમિયાન તા ૧૫/૧૦ નારોજ  ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આજે સવારે ૧૬/૧૦ ના સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું પીએમ કરી સવારના સાત વાગે તેમના પરિવાર,પી.આઇ એમ.એમ.પુવાર,પોલીસ સ્ટાફ સહિત ગાર્ડ ઓફ ઓનર આપી તમને સન્માન આપવા માં આવી પરિવારને સોંપી  ડેટ બોડી વતન ખાતે મોકલી આપવામાં આવેલ હતી.

Advertisement

તેમના સમાજ તેમજ સગા સંબંધીઓને આ બાબતની જાણ થતા જ્યાં આજે સવારે ૧૧ વાગે તેમની અંતિમયાત્રા ગામમાં નીકળતા વાંકલ,નાંદોલા લવેટ,ઇસનપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

નડિયાદ : કપડવંજ પાસે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડીની સ્વસ્તિક સોસાયટીમાં અગમ્ય કારણોસર યુવાને આત્મહત્યા કરી લીધી હતી જેના મૃતદેહનું સરકારી દવાખાને ફરજ પરના ડોક્ટરે પોસ્ટ મોર્ટમ નહીં કરતા સંબંધીઓએ રોષ વ્યક્ત કર્યો હતો

ProudOfGujarat

ऋतिक रोशन के फैंस ने उनके लिए एक मस्ट वाच वीडियो के जरिये मनाया सुपरस्टार का जन्मदिन !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!