Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ.

Share

જિલ્લામાં સતત વધતા સંક્રમણને પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા અત્યંત આવશ્યક કામગીરી સિવાય કચેરીઓની મુલાકાતી ઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના મળતા માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી બંધ કરવામાં આવી છે.

માંગરોળ તાલુકામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તેમજ લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશિયલ દિસ્તન્સનું પાલન થાય તે માટે માંગરોળ મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા/ઇ-ધારા કેન્દ્ર તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૧૬-૦૪-૨૦૨૧ થી ૩૦-૦૪-૨૦૨૧ સુધી બંધ કરવામાં આવી છે.જે-તે કામગીરી માટે આવશ્યક સંજોગોમાં સંબંધિત મામલતદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.આ ઉપરાંત પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓ ખાતે પણ આવશ્યક સંજોગો સિવાય અરજદારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

વિનોદ મૈસુરીયા:- વાંકલ


Share

Related posts

મહેમદાવાદમાં વ્યાજ ઓછુ કરવાનું કહેતા વ્યાજખોરોએ મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

શું તમે જાણો છો કે ડૉક્ટર સાગર પણ બલિયા શહેરના છે!! જ્યાં મંગલ પાંડે અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો જન્મ થયો હતો!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!