Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝીનોરા ગામે ક્રિકેટ મેચનુ આયોજન કરવામાં આવ્યું 32 ટીમોએ ભાગ લીધો હતો.

Share

હેપ્પીઇલેવન કોસંબા ફાઇનલમાં વિજયી બની. ઓનેસ્ટ ઇલેવન નાની નરોલી ટીમ 17ઓવર માં 135રન બનાવી ઓલ આઉટ થઈ.દીપકભાઈ વસાવાઅને અફઝલખાન પઠાણના હસ્તે ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામ 5000 રૂપિયા આપવામાં આવ્યા. રનર્સ ટીમને પણ ટ્રોફી અને ત્રણહજાર રોકડ પુસ્કાર એનાયત કરવા માં આવ્યા. અફઝલ ભાઈ પઠાણ તરફથી આયોજકોને ક્રિકેટ ગ્રાઉન્ડ માટે 11,000 અને વિજેતા ટીમને 5000 અને રનર્સ ટીમને 3000 રૂપિયા પુરસ્કારઅને શૈલેષભાઇ મૈસુરિયા તરફથી 1000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. હેપ્પી ઇલેવન કોસંબા અને ઓનેસ્ટઇલેવન નાનીનરોલી વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી. મેચ વીસ ઓવરની રમાય હતી. ટોસ જીતી પ્રથમ દાવ કોસંબા ઇલેવને દાવ લીધો હતો. પ્રથમ દાવ માં કોસંબા ઇલેવને 231રન ફટકાર્યા હતા. સોયેબ મલેક 30બોલમાં 71રન ઝૂડી નાખ્યા હતા. મુસ્તાકશેખે 35બોલમાં 73રન ફટકાર્યા હતા તેમાં કુલ કોસંબા ઇલેવને મેચમાં 13 સિક્સર અને 23 બાઉન્ટ્રી મારી હતી.જયારે નાનીનરોલી ઇલેવન માં જીગરરાઠોડ 43 રન માર્યા હતા. ગોરા ભાઈએ 35રન માર્યા હતા નાનીનરોલી ટીમ ઓલઆઉટ થતાં કોસંબા ઇલેવન નો વિજય થયો હતો. ઝીનોરા ગામે દીપકભાઈ વસાવા, અફઝલખાન પઠાણ, અનિલભાઈ શાહ, યુવરાજસિંહ સોનારીયા, શૈલેષભાઇ મૈસુરીયા, અભેસિંહ વસાવાતેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પ્રેક્ષકો હાજર રહ્યા હતા.લાયન્સ ક્રિકેટ ક્લબ ઝીનોરા દ્વારા સીઝન ક્રિકેટ મેચ નુ આયોજન કરવા માં આવ્યું હતું. આયોજકો યુવરાજ વસાવા, જયરાજ વસાવા, નીતિન વસાવા નો આભાર દિપકભાઈ વસાવા એ આભાર માન્યો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઓટો રીક્ષા સ્ટેન્ડ ન ફાળવાતા જય ભારત ઓટો રિક્ષા એસોશીએશનના પમુખે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ : વડોદરાનાં યુવકનો જંબુસર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર: ઇનર વ્હીલ ક્લબ દ્વારા મેનુસ્ટ્રલ હેલ્થ અને હાઇજિન પર જાગરૂકતા લાવવા એક કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!