માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈ સ્કૂલ ને શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતાં શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી વસંતભાઈ ચૌધરી( શિક્ષક ) દ્વારા શાળા પરિવાર અને પત્રકારોનો સન્માન કાર્યક્મ યોજાયો. માંગરોળ તાલુકા ના નાનીફળી ગામ ના વતની અને હાલ સાયણ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા વસંતભાઈ ચૌધરી એ યુ પી ના આગ્રા સ્થિત વૃજલોક સાહિત્ય કલા સંસ્કૃતિ એકેડેમી માં સર્વ શ્રેષ્ઠ લેખો થી સાહિત્ય એવોર્ડ પ્રાપ્ત થતાં સાર્વજનિક હાઈસ્કૂલ ના સ્ટાફ અને ટ્રસ્ટીગણે શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરાયું હતું.માંગરોળ તાલુકા ના નાનીફળી ગામ ના વતની અને સાયણ હાઈસ્કૂલ માં ફરજ બજાવતા વસંતભાઈ ચૌધરી અને તેમની પત્ની દ્વારા સમાજો પયોગી ઘણા કામો પણ કાર્યો કર્યા છે. ચૌધરી સમાજ ને રૂપિયા 11,000/- અને વાંકલ સાર્વજનિક હાઈસ્કૂલ સંચાલિત શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ને 21,000/- નુ માતબર દાન આપવા માં આવ્યું છે.
વસંતભાઈ ચૌધરી અને વાંકલ ટ્રસ્ટી મંડળ દ્વારા શિક્ષકગણ ને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી અને વાંકલ ગામ ના પત્રકાર વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, મહેન્દ્રભાઈઅટોદરીયા દીપકભાઈ પુરોહિત, સંતોષ મૈસુરીયા નુ પુષ્પ ગુચ્છ સ્મૃતિ ભેટો આપી સન્માનિત કરવા માં આવ્યા હતા.વસંતભાઈ ચૌધરી અને શાળાના આચાર્ય પારસ મોદીઅને સ્ટાફગણ તેમજ ટ્રસ્ટી મંડળ નો પત્રકારો એ આભાર માન્યો હતો.આભારવિધિ રાજુભાઈ દહેજિયા એ કરી હતી.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.
વાંકલ ખાતે ડી દેસાઈ સાર્વજનિક હાઈ સ્કૂલ ને શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતાં શાળા પરિવાર અને પત્રકારોનો સન્માન કાર્યક્મ યોજાયો.
Advertisement