રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પીસીઆર
વાનમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી આળસ કરશે અથવા તો બેદરકાર રહેશે તો તેમની સામે પગલા ભરાશે અને આ માટે પીસીઆર વાનમાં જીપીએસ સીસ્ટમ લગાવવા આદેશ કર્યો છે. કોઈ પણ જગ્યા પર કોઈ પણ આકસ્મિક ઘટના બને તો તુરંત પોલીસની સેવા મળી રહે તે માટે રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન ફાળવવામાં આવેલી છે, પરંતુ કેટલાક બેદરકાર અને આળસુ પોલીસકર્મી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક કરવાને બદલે જ્યાં-ત્યાં જીપ પાર્ક કરી ગપ્પા બાજી કરે છે કાં તો સુઈ જતા હોય છે. આવા પોલીસકર્મીઓની હવે ખેર નથી. કારણ કે સીએમ વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસે નાગરિકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લઈ, પોલીસની જીપ પીસીઆર વાનમાં જીપીએસ લગાવવાનો આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, સીએમ વિજય રૂપાણી આજે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યા છે, ત્યારે તેમણે આજે ગૃહખાતાને આદેશ કર્યો છે કે, તમામ પીસીઆરવાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે, જેથી નાગરીકોની રક્ષા માટે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસનો રિયલ ટાઈમ જાણી શકાય. ગુજરાત પોલીસની દરેકવાનમાં હવે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી નાગરીકોને ઝડપીમાં જડપી પોલીસની મદદ મળી શકશે. પોલસનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જીપીએસના અભાવે યોગ્ય રીતે પોલીસ વાનનું મોનિટરિંગ કરી શકાતુ ન હતું. હવે પેટ્રોલિંગમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી થશે. મુશ્કેલીના કોઇ પણ સમયમાં પોલીસની તાત્કાલિક મદદ મળશે. પોલીસ આલસ રાખી મોડુ નહી કરી શકે, તુરંત ઘટના સ્તલ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી, તુરંત રિપોર્ટ આપશે. કોઇ પણ ગુના કે દુઘર્ટના વિશે પોલીસને જાણ કરી શકાશે, જેથી ગુનાહિત પ્રવૃત્તિ થાય તે પહેલા જ તેના પર કાર્યવાહી થઈ શકે. અકસ્માતના સમયમાં પોલીસ ઝડપથી મદદરૂપ બનશે. પોલીસની મદદ માટે 100 નંબર ડાયલ કરવો. આ પોલીસ નંબર કંટ્રોલરૂમનો છે. કોઈપણ બનાવ-ઘટના વિશે જાણ થયાની 12મી મીનીટે પહોંચી જવાનું પોલીસ માટે ફરજીયાત છે. આળસ કે બેદરકારી દાખવવાના સંજોગોમાં દંડ થશે અથવા ખાતાકીય તપાસ-પગલાનો સામનો કરવો પડશે. ચકાસણી માટેસંબંધીત પોલીસે ઘટનાસ્થળે પહોંચતા જ સંદેશો આપવો પડશે. 12 મીનીટમાં સંબંધીત સ્થળે પહોંચવાનો નીયમ છે છતાં પોલીસ મોડી પહોંચતી હોય છે અથવા યોગ્યસમયમાં રીપોર્ટ આપતી હોતી નથી. વિલંબ થવા પાછળનું કારણ આળસ કે બેદરકારી હોવાનું માલુમ પડશે તો 500થી 1000 સુધીનો દંડ થશે. જો ફરીથી બેદરકારી સામે આવશે તો ખાતાકીય પગલાનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસને પટ્રોલિંગ માટે તેમજ કોઇ પણ ઘટના બને ત્યારે પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી શકે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન આપવામાં આવી છે. પરંતુ પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગના બહાને નીકળીને જીપ પાર્ક કરીને સૂઇ જતા હોય છે અથવા તો પછી પીસીઆર લઇને અંગત કામે જતા રહેતા હોય છે.કામચોર વૃત્તિમાં માનતા આવા પોલીસ કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારીના કારણે ગુનેગારોને મોકળુ મેદાન મળે છે જેથી પીસીઆરમાં સવાર પોલીસ કર્મચારીઓ ખરેખર પેટ્રોલિંગ કરી રહ્યા છે કે નહીં અને પેટ્રોલિંગ કરે છે તો તેમનું લોકેશન જાણવા માટે પોલીસે હવે પીસીઆર વાન જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પીસીઆર વાનમાં નોકરી કરતાં પોલીસ કર્મચારીઓ કામચોરી કરવા જીપ પાર્ક કરીને સૂઇ જતા હોય છે. પોલીસની આ પ્રકારની કામચોર વૃત્તિ ઉપરી અધિકારીઓના ધ્યાન ઉપર આવી હતી જેથી પીસીઆરમાં સવાર પોલીસ કર્મચારીઓ ખરેખર પેટ્રોલિંગ કરે છે કે નહીં અને કરે છે તો ક્યાં ફરી રહ્યા છે તેની માહિતી મેળવવા પોલીસે વાનને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્રાયોગિક ધોરણે નવરંગપુરા,સોલા સહિતના પોલીસ સ્ટેશનોની પીસીઆર વાનમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત કરાઈ છે.