Proud of Gujarat
Uncategorized

ધરમપુર તાલુકા માં આંગણવાડી ની ભરતીમાં ગોબાચારી ,સ્વચ્છ છબી ધરાવનાર સીએમ વિજયભાઈ નોંધ લેશો ?

Share

 

ભરતીમાં અધિકારીઓ  ચકાસણીના  નિયમો ચુક્યા ,બામટી ગામના ઘોઘરપાટી ટેટુપાડા આંગણવાડી ના કેન્દ્ર પર સિલેક્ટ થયેલ અરજદાર ના અંતર આંગણવાડી થી 5 કિલોમીટર પરંતુ તલાટી એ 1600 મીટર હોવાનું પ્રમાણ આપ્યું છે અધિકારીઓ એ સ્થળ તપાસ  ન કરતા સિલેકશન માં કૈક રંધાયું હોવાની લોકોમાં આશંકા !

Advertisement

વલસાડ ના ધરમપુર તાલુકામાં આંગણવાડી ની ભરતી માં ગોબચારી થઈ હોવાની એક અરજદારે બાળ વિકાસમંત્રીને રાજીસ્ટર એ ડી દ્વારા ફરિયાદ કરી ન્યાયની ગુહાર લગાવી છે. અરજદારે  વલસાડ કલેકટર   ધરમપુર પ્રાંત અને તાલુકા આઇસીડીએસ અધિકારી ને પણ ફરિયાદ ની નકલ આપી તેની સાથે થયેલ હળાહળ  અન્યાય  બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારો ની નિયુક્તિ માટે અધિકારીઓ દ્વારા નિયમ ને નેવે મૂકી મળતીયા પણાની નીતિનો ઉપયોગ કરી યોગ્ય અરજદારો સાથે અન્યાય કરવા માં આવ્યા હોવાનું ફરિયાદપત્ર માં જણાવવામાં આવ્યું છે.  મળેલ વિગતો પ્રમાણે   ધરમપુર ખાતે આંગણવાડી ની ભરતી માટે ધરમપુર આઈસીડીએસ , ટીડીઓ અને ધરમપુર પ્રાંત દ્વારા અરજદારો ના ઇન્ટરવ્યૂ લેવા માં આવ્યું હતું. જેમાં દરેક કેન્દ્ર પર અરજદારો સિલેક્ટ કરવામાં આવ્યા હતા .જે અંગે સોસીયલ મીડિયા માં પણ ભ્રષ્ટચાર થયા નું વાયરલ થતા યોગ્ય અરજદારો માં ફફડાટ ફેલાયો હતો .ધરમપુરના નજીક માં રહેલ બામટી ગામના ઘોઘરપાટી ના આંગણવાડીના કેન્દ્ર પર ઝીરો કિલોમીટર ના અંતરે રહેતા એમએબીએડની ડિગ્રી ધરાવતા અને હાલ વલસાડ નારી અદાલતમાં ફરજ બજાવતા  હર્ષાબેન ભગુભાઈ પટેલે અરજી કરી હતી.પરંતુ અધિકારી દ્વારા  તેમનું સિલેકશન ન થતા અરજી માં જણાવ્યા પ્રમાણે આંગણવાડી થી પાંચ કિલોમીટર ના અંતરે રહેતા અન્ય અરજદારને સીલેક્ટ કરવામાં આવ્યા છે .અરજીમાં હર્ષાબેને જણાવ્યું છે કે તેવો સરકારે ભરતી માટે કરેલ જાહેરાત પ્રમાણે યોગ્ય છે બામટીની ઘોઘરપાટી ની આંગણવાડી તેમના ઘરે થી ઝીરો કિલોમીટર છે અને તેમનું ભણતર પણ એમ એ બી એડ છે.  છતાં પણ તેમને રિજેક્ટ કરી અધિકારીઓ એ મળતીયા પણું ચલાવી 5 કિલોમીટર ના અંતર પર રહેતા અન્ય અરજદાર ને સિલેક્ટ કરી તેમની સાથે અન્યાય કર્યો છે.તેમણે ન્યાય મેળવવા માટે  બાળ વિકાસમંત્રી  ગાંધીનગર સચિવાલય  ,વલસાડ કલેકટર  ને લેખિત પોસ્ટ દ્વારા ફરિયાદ કરી છે. ધરમપુર પ્રાંત અને તાલુકાપંચાયત ખાતે પણ આ અંગે અરજી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અંગે ધરમપુર આઈસીડીએસ અધિકારી ને ટેલિફોન પર પૂછતાં તેમણે ભરતી મેરીટ પ્રમાણે બરાબર જ થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ ધરમપુર ના આઈસીડીએસ ના ઘટક બેમાં આવતા ઘોઘરપાટી ની આંગણવાડી માં સિલેક્ટ થયેલા અરજદાર નો આંગણવાડીથી તેમના ઘર સુધી નો અંતર ના પ્રમાણપત્ર માં બામટી ગ્રામપંચાયત ના તલાટી એ 1600 મીટર હોવાનો જણાવ્યું છે જ્યારે ફરિયાદી એ તેમની ફરિયાદ સિલેક્ટ થયેલ અરજદાર ના ઘર નું અંતર આંગણવાડીથી 5 કિલોમીટર હોવાનું  ફરિયાદ માં જણાવ્યું છે.પ્રાંત ધરમપુર મગનભાઈ પ્રજાપતિ સાથે ફોન પર સંપર્ક કરી માહિતી માંગતા તેમણે2009 ના પરિપત્ર પ્રમાણે મેરીટ ને ધ્યાન માં લઇ ને અરજદારોને સિલેક્ટ કર્યા હોવાનું જણાવ્યું છે.જે હશે તે પરંતું અરજદાર અસંતુષ્ટ હોય તો ચકાસણી જરૂરી બને છે .ભરતી ની જાહેરાત માં સ્પષ્ટ જણાવવા માં આવ્યું હતું કે બધી રીતે યોગ્ય અરજદાર હોય તો ઝીરો મીટર ના અંતરે રહેલ અરજદાર ને પ્રાથમિકતા આપવા માં આવશે ત્યારે અહીં અરજી કરી રહેલ અરજદાર સાથે ખરેઅખર અનયાય થયો છે કે કેમ એ સરકાર સામે તપાસ નો વિસય  છે. જોખરેખર ઇન્ટરવ્યૂ માં માડતીયા પણા થયું હોય તો સરકારે યોગ્ય પગલાં ભરવા જરૂરી બની ગયાની ધરમપુર પંથક માં ચર્ચાઈ રહ્યું છે. સત્યતા જાણવા વગર  ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયેલ અરજદારો ને ઓર્ડર આપશે તો અરજદાર અપીલ માં.જશે ની તૈયારી બતાવી રહી છે.ત્યારે આ બાબતે સ્વચ્છ છબી ધરાવતા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ આ બાબત ધ્યાને લઈ યોગ્ય પગલા ભરે તેવી લોકોની માંગ છે


Share

Related posts

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના ડુમખલ દેવરા આબાબારી ખાતે સગીર કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ…

ProudOfGujarat

અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર કલબના સભ્યોની અજોડ સિદ્ધિ : શિયાળામાં જામી જતી લદાખની ઝંસ્કાર નદી પર સફળ ટ્રેકિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!