Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગરીબ બાળકો ઉચ્‍ચ શિક્ષણ મેળવે તે માટે રાજય સરકાર ટુંક સમયમાં નવા અભિયાનની ઘોષણા કરશે  – મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી..

Share

 

વલસાડ અબ્રામા પ્રાથમિક શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવતા મુખ્‍યમંત્રીશ્ર

Advertisement

બાળકો સાથે આત્‍મીયતાભર્યું વાતાવરણનું નિર્માણ કરવા શિક્ષકોને આહ્‌વાન કરતા મુખ્‍યમંત્રીશ્રી

=======

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દુનિયાના પડકારો ઝીલી, સુદૃઢ ભારત નિર્માણના ભાવી ઘડવૈયાઓ તૈયાર કરવા, વિદ્યામંદિરમાં બાળકો સાથે આત્‍મીયતાભર્યા વાતાવરણનું નિર્માણ કરવા શિક્ષકોને આહ્‌વાન કર્યું હતું.

વલસાડ અબ્રામા પ્રાથમિક શાળા ખાતે અબ્રામા, નવીનગરી અને સાર્વજનિક વિદ્યામંદિર ગોકુળધામના ધોરણ-૧ અને ૯ તેમજ આંગણવાડીના ૧૦૦ ઉપરાંત નાના ભુલકાંઓનું નામાંકન કરી, મુખ્‍યમંત્રીશ્રીએ બાળકોને શુભકામના પાઠવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણિલાલ પટેલ, વલસાડ ધારાસભ્‍ય શ્રી ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય શ્રી કનુભાઇ દેસાઇ, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

શિક્ષણની ગુણવત્તા વધે એ માટે ટુંક સમયમાં રાજય સરકાર નવી ઘોષણાનો ઉલ્લેખ કરીને મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણ ઉચ્‍ચત્તમ સ્‍થાન મેળવે તે માટે રાજય સરકારે એક અભિયાન શરૂ કરશે. ખાનગી અને સરકાર શાળા વચ્‍ચે અંતર ઘટે, ગરીબ વિદ્યાર્થીઓની મુશ્‍કેલીઓ દૂર કરવા રાજય સરકાર કટિબધ્‍ધ છે. આવા બાળકોને સમાજ-રાષ્‍ટ્રના વિકાસમાં જોડવા સરકાર અને સમાજની જવાબદારી છે. રાજય સરકાર આ બીડું ટૂંક સમયમાં ઉપાડી લેશે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

શિક્ષણએ રાષ્‍ટ્રના વિકાસનો પાયો છે, રાજય શિક્ષિત હશે તો ભાવી પેઢી શિક્ષિત બનીને રાષ્‍ટ્રના વિકાસમાં ભાગીદાર બનશે. શિક્ષકો-વાલીઓ બાળકના ઘડતરમાં ફાળો આપશે તો એક સારા નાગરિકનું ઘડતર થાય, એની ચિંતા આપણી કરવી પડશે, એમ મુખ્‍યમંત્રીશ્રીએ ભારપુર્વક જણાવ્‍યું હતું.

રાજય સરકારે શિક્ષણ માટે અનેક આવશ્‍યક પગલાંઓ લીધા છે. રૂા.૨પ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. બાળકો બ્‍લેકબોર્ડના બદલે સ્‍કીન બોર્ડ દ્વારા શિક્ષણ મેળવે તે માટે ગત વર્ષ જ્ઞાનકુંજ યોજના હેઠળ ચાર હજાર વર્ચ્‍યુઅલ વર્ગખંડોનું નિર્માણ કર્યું છે. આ વર્ષે નવા આઠ હજાર વર્ચ્‍યુઅલ વર્ગખંડો બનાવાશે. બાળકના શિક્ષણનો પાયો મજબુત બને એ માટે રાજય સરકાર કટિબધ્‍ધ હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

રાજય સરકારના શિક્ષણનો વ્‍યાપ વધારવાનો નિર્ધાર વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારે નિર્ણય કર્યો છે કે, સો ટકા નામાંકન થાય. ડ્રોપઆઉટ રેટ શુન્‍ય કરવો છે. ગામ આખું આનંદનો ઉત્‍સવ મનાવે છે. બાળકોને આનંદ થાય, શાળા છોડવાનું મન ન થાય એવું વાતાવરણમાં શાળામાં નિર્માણ કરવા સરકાર આગળ વધી રહી છે. જેમાં શિક્ષકોનું યોગદાન વિશેષ મહત્ત્વનું રહેશે.

શહેરી વિસ્‍તાર શાળા પ્રવેશોત્‍સવ-કન્‍યા કેળવણી કાર્યક્રમ અવસરે મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સરસ્‍વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને સાયકલ પણ આપવામાં આવી હતી. પારડી ધારાસભ્‍ય ર્ડા.કનુભાઇ દેસાઇએ યુપીએલ કંપની દ્વારા રૂા.૨.પ૧ લાખનો ચેક મુખ્‍યમંત્રીશ્રીને કન્‍યા કેળવણી નિધિ માટે અર્પણ કર્યો હતો.

વલસાડ કલેકટર શ્રી સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, નગરપાલિકા પ્રમુખ પંકજ આહીર, શાળાના આચાર્યો, શાળા પરિવાર, વાલીગણ, બાળકો સહિત મહાનુભાવો અને નગરજનો કન્‍યા કેળવણી મહોત્‍સવમાં જોડાયા હતા.


Share

Related posts

અંગરેશ્વર ગ્રામ સભામાં રજૂ કરાવેલ સવાલ અંગે ભરૂચ જિલ્લા કક્ષા ને રજુઆત….

ProudOfGujarat

બીલીમોરા નજીક પોંસરી ગામે અંબિકા નદી ના પટ માં રેતી ખનન પર દરોડા

ProudOfGujarat

ભરૂચમાં શ્રાવણી જુગાર રમનારા ઉપર પોલીસની તવાઈ 15 ખેલંદાઓને કબજે કરતી LCB ની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!