ધરમપુર તાલુકાના ૧૫ બાળકોને હ્દય રોગ માટે અમદાવાદ યુ..એન.મહેતા હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી
(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શાળા આરોગ્ય તપાસણી – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા ગામોના ૧૫ જેટલા બાળકોને હ્દય રોગની બિમારી હોવાનું માલૂમ પડતા આરોગ્ય તંત્ર દ્વારા મેડીકલ ટીમ સાથે સરકારી વાહનમાં લઇ જઇ ત્યાં તમામ બાળકોની અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પીટલ ખાતે સારવાર અપાવી પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.
ધરમપુર તાલુકાના આંતરીયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધામણી-૫, કાકડકુવા-૦૧, તુતરખેડ-૦૨, હનમતમાળ- ૦૧, જામલીયા-૦૨, ભેંસધરા-૦૩, મોહનાકાવચાલી-૦૧ મળી કુલ ૧૫ બાળકોને હદ્વય રોગ હોવાનું માલુમ પડયું હતું. બાળકોના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નબળી હોવા ઉપરાંત જાણકારીના અભાવે અમદાવાદ સુધી સારવાર કરાવા જવા માંગતા ન હતા. પરંતુ વલસાડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. અનિલ પટેલેના માર્ગદર્શન હેઠળ ર્ડા. બી.એમ.પટેલ, ર્ડા. હિરેન ચાવડા, ર્ડા. ટવિંકલ દુધૈયા, ર્ડા. ઉપાસના પટેલે વાલીઓને ગંભીર બિમારી વિશેની સમજ આપી, સારવાર અંગેની જાણકારી આપીને અમદવાદ ખાતે સારવાર માટે તૈયાર કર્યા હતા. આરોગ્ય વિભાગ વલસાડ દ્વારા સ્પેશીયલ વાહનની ફાળવણી કરવામાં આવી સાથે મેડીકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ સાથે સરકારી વાહનમાં યુ.એન. મહેતા અમદાવાદ હોસ્પીટલ ખાતે લઇ જઇને સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની આ કામગીરીથી વાલીઓ પણ ખુશ છે. અને વધુ સારવાર માટે તૈયારી દાખવી છે. હવે પછી વધુ સારવારની જરૂરીયાતવાળા બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર આપવામાં આવશે. આમ વલસાડ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.