Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ ખાતે ફલેર કંપનીના નવા ઉત્‍પાદન એકમનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી..

Share

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ શંકરતળાવ ખાતે ફલેર કંપનીના નવા ઉત્‍પાદન એકમનો પ્રારંભ કરાવ્‍યો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતની ધરતી  બેસ્‍ટ ઇન્‍વેસ્‍ટર ડેસ્‍ટીનેશન બન્‍યુ હોવાનું જણાવી, ગુજરાતમાં પ્‍લાન્‍ટ પ્રસ્‍થાપિત કરી, સ્‍થાનિકોને રોજગારીનો અવસર પુરો પાડવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ ફલેર કંપનીના પટાંગણમાં જૈન ઉપાશ્રયો માટે વિહારધામ બનાવવાનું પણ ભુમિપુજન કર્યું હતું. જૈન મુનિ કે.સી.મહારાજે તેમને આશીર્વચન પાઠવ્‍યા હતા.

Advertisement

મુખ્‍યમંત્રીશ્રીએ ફલેર કંપનીના પ્‍લાન્‍ટની મુલાકાત લઇ, કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કંપની ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગો માટે ફ્રેન્‍ડલી વાતાવરણ છે.  ટ્રાન્‍સફરન્‍સી, ઇન્‍ડસ્‍ટ્રીયલ પોલીસી અને શાંતિ ઉદ્યોગો માટે મહત્ત્વના પાસાંઓ છે. જેના કારણે ઉદ્યોગકારો ગુજરાત આવી રહયા છે. એફ.ડી.આઇ.માં ગુજરાત પ્રથમ છે. આવનારા દિવસોમાં એપેરલ ગારમેન્‍ટ પોલીસીની જાહેરાત કરવામાં આવશે. ફલેર કંપનીના નિર્માણ થકી સ્‍થાનિકોને રોજગારીનો અવસર મળશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્‍ડિયાના સ્‍વપ્‍નને સાકાર કરવા વધુમાં વધુ કંપનીઓ સાથે વિચાર-વિમર્શ થયા છે. સરકાર ગુજરાતમાં ઉદ્યોગો સ્‍થાપવા માટે સંપૂર્ણ સહકાર આપશે, તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ન્‍યુવેલ બ્રાન્‍ડસના ગ્‍લોબલ રાઇટીંગ સીઇઓ લોરેલ હર્ડે ભારત તથા આંતરરાષ્‍ટ્રીય બજારમાં રેનોલ્‍ડસને સામગ્રી પ્રદાન કરવા માટેના નવા સાહસ પરત્‍વે સંપુર્ણ ભરોસો અને શ્રધ્‍ધા વ્‍યકત કરી ફલેર સાથેના સહયોગ અંગે વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

ફલેરના ચેરમેન શ્રી કે.જે.રાઠોડે જણાવ્‍યું હતું કે, એકમ સંપુર્ણ રીતે શરૂ થઇ ગયા બાદ દરરોજ પ૦ લાખ પેનોનું ઉત્‍પાદન કરશે.

વલસાડ એકમ ખાતે પાંચ હજારથી વધુ કામદારો સાથે વિશ્વ માટે રેનોલ્‍ડસ હવે મેઇડ ઇન ઇન્‍ડિયા થશે.  મહિલા સશકિતકરણની પ્રતિબધ્‍ધતાને ધ્‍યાનમાં રાખી આ એકમમાં ૭૦ ટકા મહિલા કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે.

આ અવસરે  રાજય આદિજાતિ મંત્રી શ્રી રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણિલાલ પટેલ, વલસાડ ધારાસભ્‍ય શ્રી ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય શ્રી કનુભાઇ દેસાઇ, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઇ પટેલ, કલેકટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ સહિત મહાનુભાવો  જોડાયા હતા.


Share

Related posts

કર્ણાટક હિજાબ વિવાદની હાઈકોર્ટના નિર્ણયની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર.

ProudOfGujarat

ભરૂચ બાયપાસ પર આવેલ નેશનલ પાર્ક સોસાયટી ખાતે મકાન ની છત ધરાસાઇ થતા એક ઈસમ ઘાયલ..

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી, રૂરલ અને કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ દમણથી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!