Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ પાંચ લાખ બાળકોને આવરી લેવામાં આવશે :વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ

Share

 

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન ૧૬ જુલાઇથી હાથ ધરવામાં આવશે :
વલસાડ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંગે પત્રકાર પરિષદ યોજાઇઃ

Advertisement

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં ઓરી-રૂબેલા  રસીકરણ અભિયાન હેઠળ ૯ માસથી ૧પ વર્ષ સુધીના ૫,૦૨,૨૨૩ બાળકોને આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં શિક્ષણ વિભાગ, સંકલિત બાળ વિકાસ વિભાગ, આરોગ્‍ય વિભાગ, ખાનગી ડોકટરો, સામાજિક કાર્યકરો અને ધર્મગુરૂઓના સહકાર વડે કામગીરી હાથ ધરવામાં આવશે, એમ વલસાડ કલેકટર સી.આર.ખરસાણે જણાવ્‍યું છે.

વલસાડ કલેકટરાલય ખાતે જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં કલેકટરે જણાવ્‍યું હતું કે, દેશ અને રાજ્‍ય માટે આ મહત્ત્વનો કાર્યક્રમ છે. આ અભિયાનનો મુખ્‍ય આશય લોકોને જાગૃત કરવાનો છે.

જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ જણાવ્‍યું હતું કે, ૧૫ વય સુધીના બાળકોમાં જોવા મળતો હોઇ દેશવ્‍યાપી અભિયાન ચલાવવા નિર્ણય કરાયો છે. જિલ્લામાં કોઇપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે વલસાડ જિલ્લામાં એક મિશન મોડમાં રસીકરણ અભિયાન થશે. મિઝલ્‍સ રૂબેલા કાર્યક્રમ હેઠળ જિલ્લાની પ્રાથમિક, માધ્‍યમિક, ગ્રાન્‍ટેડ, નોન ગ્રાન્‍ટેડ, આંગણવાડીઓ, મદરેસાઓ, બાળ સુરક્ષા કેન્‍દ્ર, નારી સુરક્ષા કેન્‍દ્ર સહિતના બાળકોને આવરી લેવાનું સુચારૂ આયોજન કરવામાં આવ્‍યું છે. મિઝલ્‍સ રૂબેલા અંગે માહિતગાર કરવા શાળાના આચાર્યો, શિક્ષકોને પણ તાલીમબધ્‍ધ કરાશે. આ ઉપરાંત બાળકોના માતાપિતાને જાણકારી આપવા શાળાકક્ષાએ વાલી મીટીંગનું પણ આયોજન ઉપરાંત વિવિધ સ્‍થળોએ વર્કશોપનું પણ આયોજન પણ કરાયું છે.

વલસાડ જિલ્લામાં તા.૧૬ જુલાઇ, ૨૦૧૮ થી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરાશે. જેમાં પ્રથમ બે સપ્‍તાહમાં શાળાઓના બાળકોને આવરી લેવાશે. ત્‍યારબાદ શાળાએ ન જતા બાળકો, વિવિધ કન્‍સ્‍ટ્રકશન સાઇડ વગેરે બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. ૯ માસથી ૧પ વર્ષના બાળકોને આવરી લેવાના આશયનો ચિતાર આપતાં જણાવ્‍યું હતું કે, ઓરી-રૂબેલા મોટા ભાગના કેસોમાં આ વયજુથના બાળકોમાં જોવામાં આવ્‍યો છે.

આ અભિયાન હેઠળ ઓરી અને રૂબેલાની રસી બાળકોને નિયત કરાયેલા સ્‍થળે આપવામાં આવશે. જેમાં જિલ્લાની ૧૪૦૫ શાળા, ૧૮૩૮ આંગણવાડીઓ, ૨ મદરેસા, ૬૦ આશ્રમશાળા અને અન્‍ય ૨૦ શાળા મળી કુલ ૩૩૨પ શાળાઓને આવરી લેવાશે. જેમાં તા.૧૬ થી ૨૮ જુલાઇ દરમિયાન ૨૧૭૪ સ્‍કુલ સેશનમાં, તા.૩૦ જુલાઇથી ૧૧ ઓગસ્‍ટ દરમિયાન ૨૧૪૬ આઉટ રીચ સેશન મળી કુલ ૪૩૨૦ જેટલા નિયત કરાયેલા ચોકકસ સ્‍થળોએ ૪૫૮ જેટલા વેકસીનેટરો દ્વારા આ કામગીરી હાથ ધરાશે. આ અભિયાનનું લક્ષ્ય તાત્‍કાલિક ધોરણે ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવાનો છે.

આ અભિયાનમાં બાળકોને વધુ તાવ કે અન્‍ય ગંભીર બિમારી (જેમ કે બેભાન થવું, ખેંચ આવવી વગેરે) બાળકને હોસ્‍પિટલમાં દાખલ કરેલ હોય તેવા બાળકોને આ રસી આપવાની નથી.

મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, ભારત સરકારે ઓરી-રૂબેલા માટે સંયુકત રસીકરણ કરવા અંગેનો નિર્ણય લીધો છે.  આ અભિયાનનો હેતુ મિઝલ્‍સ નાબુદ કરવા તથા રૂબેલા (કંજીનેટલ રૂબેલા સિન્‍ડ્રોમ) અટકાવવાનો છે. અત્‍યાર સુધીમાં ૭ થી ૮ કરોડ બાળકોને એમઆર વેકસીન ૧પ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવી છે. પ્રારંભમાં આ રસી અભિયાન તરીકે આપવામાં આવશે, ત્‍યારબાદ તેનો સમાવેશ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ઓરી-રૂબેલાની રસી સ્‍વરૂપે આપવામાં આવશે.

ઓરી અંગેની વિગત આપતાં જણાવ્‍યું હતું કે, ઓરી ઘાતક રોગ છે અને તે બાળકોમાં અકાળે થતા મૃત્‍યુના કારણોમાંનું એક છે. ઓરી ચેપી રોગ છે, જે ખાંસી કે છીંકવાથી ફેલાય છે. ઓરીના લક્ષણો ચહેરા પર લાલ-ગુલાબ ચાંદા, વધુ પડતો તાવ, ખાસી આવવી વગેરે છે.

રૂબેલા ગર્ભવસ્‍થાની શરૂઆતમાં ચેપ લાગે છે. તેમજ સી.આર.એસ(જન્‍મજાત રૂબેલા સિન્‍ડ્રોમ) વિકસિત થાય છે. જે જન્‍મજાત શીશુ માટે ગંભીર છે. રૂબેલાના કારણે ગર્ભવતીસ્ત્રીમાં ગર્ભપાત, અકાળે પ્રસૃતિ અને મૃત જન્‍મની સંભાવનાઓ વધી જાય છે. આવનાર બાળક જન્‍મજાત મોતિયો, બધીરતા, હૃદયની બિમારી, માનસિક બિમાર હોવાની શકયતાઓ રહેલી છે. આ સમસ્‍યાઓના નિવારણ માટે આરોગ્‍ય વિભાગ દ્વારા એક મહત્ત્વનું આરોગ્‍યલક્ષી અભિયાન હાથ ધરવામાં આવશે.  પત્રકાર પરિષદમાં આરોગ્‍ય વિભાગના કર્મીઓ સહિત પ્રિન્‍ટ-ઇલેક્‍ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


Share

Related posts

મધુ શ્રીવાસ્તવે કહ્યું જો ચૂંટણી જીતીશ તો પણ ભાજપ…. જાણો શું કહ્યું વાઘોડીયાના અપક્ષ ઉમેદવારે

ProudOfGujarat

સ્પેનની આર્મીવુમને વલસાડમાં મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી

ProudOfGujarat

ભરૂચ : દહેજ ખાતે મળેલ ₹1,32,59,378 ના કેમિકલના કાળા રેકેટમાં દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ ને કરાયા સસ્પેન્ડ.. જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!