ઉમરગામ તાલુકામાં વરસાદની હાફ સેન્ચુરી
(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં તા.૦૮/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૯૭ મી.મી., પારડી તાલુકામાં ૭૩ મી.મી., વાપી તાલુકામાં ૭૧ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૮૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૭૬ મી.મી. અને કપરાડા તાલુકામાં ૭૧ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. ઉમરગામ તાલુકામાં તા.૮મી જુલાઇના રોજ સવારે ૬-૦૦ વાગ્યા સુધીમાં મોસમનો કુલ ૧૨૩૪ મી.મી. એટલે કે લગભગ ૪૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે દિવસ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેતાં તા.૮મી જુલાઇના રોજ સવારે ૬-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધીમાં ૧૬૧ મી.મી. એટલે કે ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાવાની સાથે કુલ ૧૩૯૫ મી.મી. એટલે કે લગભગ ૫૫ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૮૦૯ મી.મી., પારડી તાલુકામાં ૭૩૨ મી.મી., વાપી તાલુકામાં ૮૮૬ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૨૩૪ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૨૨ મી.મી. અને કપરાડા તાલુકામાં ૭૮૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે તા.૮મી જુલાઇ, ૧૮ના રોજ સવારે ૬-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્યા દરમિયાન વલસાડ તાલુકામાં ૨ મી.મી., પારડી તાલુકામાં ૧૭ મી.મી., વાપી તાલુકામાં ૧૩ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૬૧ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૩ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે.