(કાર્તિક બાવીશી )મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના ઈઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ઈઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટર ઈઝરાયેલમાં કામ કરતા યુવા સ્ટાર્ટઅપ માટે આઈડીયા શેરિંગનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ સેન્ટરના સીઈઓ યુજેન કંડેલ પાસેથી ઈઝરાયેલ વ્યક્તિદિઠ સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમને યુજેનના અનુભવોનું માર્ગદર્શન લાભદાયી નીવડશે તેમ તેમણે ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી, આઈક્રિયેટ તથા સ્ટાર્ટઅપ મિશન જેવા માધ્યમોથી યુવા સાહસિકોના ઈનોવેશન્સને નવું બળ પુરુ પાડીયે છીયે તેમાં ઈઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટરની તજજ્ઞતાનો લાભ મળતાં યુવા સ્ટાર્ટઅપને ઊંચી ઉડાન મળશે. ગુજરાતમાં આ તજજ્ઞતા સાથે સ્ટેટ ઓફ દ આર્ટ ફેસેલિટીઝ સ્ટાર્ટઅપ માટે નિર્માણ કરવાની નેમ તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, આઈ-ક્રિયેટ ઈઝરાયેલ ભારત ગુજરાત વચ્ચે રિયલ ઈનોવેશન બ્રીજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂનું સપનું સાકાર કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આ એક એવો ઈનોવેશન બ્રીજ છે જ્યાં ઈઝરાયેલના કુશળ ઇનોવેટર્સ અન્ય ઈનોવેટર્સ સાથે કામ કરી શકે છે. પોતાની આગવી ટેકનોલોજી પરિસ્થિતિમાં કઈ રીતે અનુકુળ આવે તેનું નિદર્શન પણ કરે છે અને ઈન્ડીયન માર્કેટમાં પોતાનો કાર્યવિસ્તાર સ્થાપીને વ્યાપક પણ બનાવી શકે છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, સ્ટાર્ટઅપ સેન્ટ્રલ અને પીયર્સ પ્રોગ્રામ ફોર ગ્લોબલ ઈનોવેશન જેવી સંસ્થાઓએ ઈઝરાયેલને ઈનોવેશન પાવર હાઉસ બનાવવામાં બળ પુર્યું છે. હવે ગુજરાતમાં આઈ-ક્રિયેટમાં તેમની સક્રિય સહભાગીતાથી સ્ટાર્ટઅપને તેમના અનુભવોની વિશાળતાને વ્યાપક લાભ મળતો થશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈઝરાયેલના ત્રણ ઈનોવેટીવ સ્ટાર્ટઅપને તેમના અનુભવોની વિશાળતાનો વ્યાપક લાભ મળતો થશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈઝરાયેલના ત્રણ ઇનોવેટીવ સ્ટાર્ટઅપ્સે ગુજરાતના આઈ-ક્રિયેટ સાથે એમઓયુ કરીને ગુજરાતમાં પોતાની ટેકનોલોજીનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાભ આપવાની ઉત્સુકતા દર્શાવી હતી. આ ત્રણ એમઓયુ અન્વયે ઈઝરાયેલના બાયોફિડના ડૉ. નિમરોદે ફળ-ફળાદીમાં જંતુઓ-જીવાતના નિયંત્રણ માટે કેમિકલ સ્પ્રેનો ઓછો વપરાશ કરીને પણ નિયંત્રણ થઈ શકે તેવી ઈનોવેટીવ ટેકનોલોજી અંગેના એમઓયુ ગુજરાતના આઈ-ક્રિયેટ સાથે કર્યો છે.