(કાર્તિક બાવીશી )વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા શંકરતળાવ ઉમરસાડી ને જોડતો મુખ્ય રસ્તો એકદમ સાંકડો હોવાને લય રસ્તા પરથી સામ સામે બે કાર પણ પસાર ન થતી હોય જેને ધ્યાનમાં લઈને ને ગામના નવ યુવાન સરપંચ અને તેમની બોડી એ નિર્ણય લય ૯ ફુટ નો મુખ્ય રસ્તાની બંને બાજુએ ૫ ફુટ જેટલો પહોળા કરી ત્યારે પછી વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર નાળા ગટર બનાવવા માટે નો નિર્ણય લયને સમગ્ર ગામમાં પંચાયત દ્વારા એક એજન્ડા ફેરવી ગ્રામજનોની સહમતી સાથે સામન્ય સભા – ગામ સભા મુડો લયને વલસાડ તાલુકાના – જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી. ત્યારબાદ રસ્તા ની પહોળાઈ અને નાળા ચેમ્બર ગટર બનાવવા ની કામગીરી હાથ ધરવામાં હતી. ત્યારે મુખ્ય રસ્તાની માર્જીનમાં આવતી મનોજભાઈ બાવાભાઈ કોળી પટેલના ઘરની કમ્પાઉન્ડ વોલ માટે પંચાયત દ્વારા અવારનવાર નોટિસ ફટકારી હતી.અને નાયબ કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી.પરતુ રસ્તા ના માજિગ માં આવતી વોલ દુર ન કરાતાં આજ રોજ ગામ પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર વલસાડ અને ગામના ટલાટી કમ મંત્રી અને પંચાયત બોડી ની હાજરી માં કોમપાઉનડ વોલ નું દિમોલેશન કરી દબાણ દુર કરવામાં આવ્યું હતું.જે દબાણ દૂર થતાં ગામજનો માં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.