Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની ત્રણ બ્લડબેંકમાં બ્લડની તંગી: 25 સંસ્થાઓએ કરી મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ: ૩૦2 બોટલ રક્ત એકત્ર કર્યું

Share

(કાર્તિક બાવીશી )પત્રકાર વેલફેર એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિર તેમજ પત્રકારોએ બ્લડ ડોનેટ કર્યુ ,ગુજરાત મિત્રના પત્રકાર આઝાદ રાઠોડ નવસારીથી વલસાડ બ્લડ દેવા આવ્યા

Advertisement

વલસાડની ત્રણ બ્લડ બેંકમાં બ્લડની અછત નિવારવા અંદાજે 25 સંસ્થાઓએ સાથે મળીને મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવનું આયોજન કરેલ જેમાં 301 બટોલ રક્તદાન થયું હતું વલસાડ જીલ્લાની ત્રણ બ્લડબેંકમાં છેલ્લા બે માસ થી બ્લડની તીવ્ર તંગી વર્તાઈ હતી જીલ્લામાં ૧૫૦ બોટલ રોજની રક્તની જરૂરિયાત સામે માત્ર ૧૦૦ બોટલ જ રક્ત મળી શકે છે ત્યારે લોકોને પડતી અગવડ અને રક્તની જરૂરિયાતને પોહચી વળવા માટે વલસાડ જીલ્લામાં ૨૫ જેટલી સમાજીક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો એક મંચ ઉપર આવીને મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને ૩૦૧ બોટલ યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું વલસાડ જીલ્લામાં આવેલી ત્રણ બ્લડ બેંક વાપી લાયન્સ બ્લડ બેંક ,વલસાડ રક્તદાન કેન્દ્ર સહીતમાં ઉનાળા દરમ્યાન કોઈ કેમ્પ નું આયોજન કરવામાં આવતું ના હોય છેલ્લા બે માસથી બ્લડ બેંકોમાં રક્ત ની અછ્ત ઉભી થતા લોકોની સમસ્યા વધી છે આ સમસ્યાને ધ્યાને લઇ ને રોટરી કલબ ઓફ વલસાડના નેજા હઠળ વલસાડ શેરને અલગ અલગ ૨૬ સંસ્થાઓ અને સમાજીક સંગઠનના માધ્યમ થી મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ કાર્યક્રમનું આયોજન આજે ૧ જુલાઈ ના રોજ સવારે ૮ થી ૨ દરમ્યાન વલસાડ નગર પાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દરેક સંસ્થા ઓના સભ્યો એ ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓને વિશેષ ગીફ્ટ આપવામાં આવી હતી તેમજ તેમને પોતાના બ્લડ ગ્રુપ બેનર સાથે સેલ્ફી ખેંચવાનો મોકો પણ આપતા અનેક યુવકો એ સેલ્ફી ખેંચાવી હતી આ તમામ ફોટોમાં એક લકી ડ્રો કરી જીતનારને હેલ્મેટ આપવામાં આવશે આમ રક્તદાન ની સાથે સાથે રોડ સેફટીને પણ આવરી લેવામાં આવી હતી બપોરે અઢી વાગ્યા સુધીમાં ૩૦૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું દરેક સંસ્થા સભ્યો અને વલસાડના લોકો નો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં પ્રસુતિ અને અકસ્માતના કિસ્સાઓમાં બ્લડની ખુબ માંગ રહે છે એક અંદાજ મુજબ વલસાડ જીલ્લામાં રોજની ૧૫૦ બોટલની ડીમાન્ડ સામે માત્ર ૧૦૦ બોટલ રક્ત જ ઉપલબ્ધ કરી શકાય છે ત્યારે બ્લડ બેંકોની ખોટ પૂર્ણ કરવા માટે મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ ખુબ મહત્વ ની સાબિત થઈ હતી


Share

Related posts

ગુજરાત એ.ટી.એસ અને ગોધરા એસ.ઓ.જીનું સૌથી મોટું સફળ ઓપરેશન ગોધરામાંથી 4.76 કરોડ જૂની ચલણી નોટો સાથે 2 આરોપીની ધરપકડ કરી : 500 અને 1000 ના દરની કરોડની નોટ પકડાઇ.

ProudOfGujarat

રાજકોટમાં ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર- ગુ.હા.બોર્ડ માં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિનદહાડે લાખો રૂપિયાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!