વલસાડની ઔરંગા નંદીની સામાન્ય સપાટી વધતા ભયજનક સપાટીની નજીક પહોંચી છે. ઉપરવાસમાંથી પાણી આવતા નદીઓમાં નવા નીર આવી રહ્યા છે.
વલસાડમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઔરંગાબાદની સામાન્ય સપાટી 3 મી. વધીને 5 મી સુધી પહોંચી છે. 7.72 મી ભયજનક સપાટી હોય છે ત્યારે હાલ તો ડેમની સપાટી વધી છે. હાલ 5 મીટર ઉપર આ જળસપાટી પહોંચી છે
સતત ઉપરવાસમાં પડી રહેલા પાણીના કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. કઈ રીતે નદીનું જળસ્તર નિયંત્રિત કરવું તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તે પણ એક પ્રશ્ન છે કેમ કે, ભારે વરસાના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે.
કપરાડા તાલુકામાં પાણી થતા તેનું પાણી આ નદીમાં આવે છે. હાલ ઔરંગા નદીની સપાટી 5 મી. પહોંચી છે. જેના કારણે નગરપાલિકામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. ચોમાસાની શરુઆતમાં જ આ જળસપાટી પહોંચી છે.
અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી તેને જોતા દક્ષિણ ગુજરાતના સમગ્ર પંથકમાં વરસાદ નોંધાયો છે. ત્યારે નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા પણ જોવા મળી રહી છે.