Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો.

Share

વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો જવાથી એન્જીનના ભાગે પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાળવા મળી રહ્યું છે. આજે સવારે ટ્રેન અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો હતો. સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વંદેભારત ટ્રેન 180 ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત હતા. આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના યુવા ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને બીબા 2024 એવોર્ડ થી સન્માનિત કરાયા

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી દ્વારા કેન્સરના દર્દીઓ માટેના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-શુભારંભ કરાયું

ProudOfGujarat

पाकिस्तान में नहीं रिलीज होगी नीरज पांडे की ‘अय्यारी’!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!