વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે 48 ઉપર હરિયાણા જતા એક કન્ટેનરને અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ અન્ય વાહન ચાલકોએ કન્ટેનર ચાલકને કરતા કન્ટેનર ચાલક કન્ટેનર હાઈવેની સાઈડ ઉપર કન્ટેનર મૂકી ભાગી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા રાહદારીઓ તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કન્ટેનરમાંથી બ્લાસ્ટ થતા મુંબઇ અમદાવાદ હાઇવે સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યા હતો. જોકે, આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો જતા રહ્યા બાદ હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ કન્ટેનરમાંથી બિયર સમજી બિયર કંપનીના શેમ્પુની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી લૂંટ ચલાવતા લોકોને દૂર કર્યા હતા.
વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.
Advertisement