વલસાડના જૂજવા ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં આજરોજ સવારે માછલી પકડવા ગયેલા યુવાનની જાળમાં સાંજે સકર માઉથ કૈટફિશ નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી. જોકે આ માછલી મોટાભાગે અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી આ માછલી વલસાડના જૂજવા ગામની ઔરંગા નદીમાંથી મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. જાણકારોના જણાવ્યા અનુસાર માછલી પાળવાના શોખીનો એક્વેરિયમમાં નાની માછલી તરીકે રાખતા હોય છે. આ માછલી મોટી થયા બાદ નજીકની નદી કે તળાવમાં છોડી દેતા હોવાથી આ માછલી નદીમાં આવી હશે તેમ લોકો માની રહ્યા છે.
Advertisement