Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં સિંગર વૈશાલીની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસની 6 ટીમો લાગી હતી તપાસમાં.

Share

વલસાડમાં ચકચારી મચાવનારા સિંગર વૈશાલી બલસારીની હત્યાના ભેદ ઉકેલતો મોટો ખુલાસો થયો છે. પોલીસની 6 ટીમો તપાસમાં લાગી હતી ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પૈસાની લેતી દેતી મામલે સિંગર વૈશાલીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર વૈશાલીની મહિલા મિત્રએ જ હત્યા કરી હતી. જેથી મહિલા મિત્ર જ હત્યાની માસ્ટર માઈન્ડ નિકળી છે.

રાજ્યમાં ચકચારી મચાવનારા સિંગર વૈશાલી બલસારીનો 29 ઓગષ્ટે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સિંગરની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા. સિંગરનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી હતી. દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં આ ખુલાસો થતાની સાથે જ પોલીસે આ મામલે આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસ સર્વેલન્સ દરમિયાના આ ગુનો ડીટેક્ટ થયો હતો.

Advertisement

વૈશાલી તેની બહેનપણીને ત્યાં મળવા જવાનું કહીને ઘરેથી બહાર નિકળીચ હતી પરંતુ વલસાડ જિલ્લાની અંદર પારડી તાલુકાના પાર નદી પાસેના કિનારે કારની અંદર સિંગર વૈશાલીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. વૈશાલી વલસાડની સિંગર હતી ત્યારે તેની લાશ મળી આવતા ચકચારી વ્યાપી ગઈ હતી. લાશ મળતાની સાથે જ આજુબાજુના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.


Share

Related posts

ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટરોને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડૉ. આંબેડકર હૉલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધાનું આયોજન

ProudOfGujarat

ભરૂચ: જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશનનાં પ્રેસીડેન્ટ એ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!