વલસાડ SOG ની ટીમને મળેલી બાતમીના આધારે ઓડિશાથી એક કાર નં. MH-04-DJ-0899 માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે SOG ની ટીમે વલસાડ ધરમપુર ચોકડી પાસે હાઇવે ઉપર નાકાબંધી કરીને બાતમીવાળી કાર અટકાવી કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 80 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે ઓડિશાના 2 ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ SOG ની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા SOG ની ટીમે હાઇવે જામ કરીને બાતમીવાળી કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી કુલ 80 કિલો ગાંજાનો જથ્થો વલસાડ SOG ની ટીમે ઝડપી પાડ્યો હતો. કારમાંથી 8 લાખની કિંમતનો 80 કિલો ગાંજાનો જથ્થા સાથે કારમાં સવાર 2 આરોપીઓને ઝડપી પાડયા હતા. વલસાડ SOG ની ટીમે 80 કિલો ગાંજો અને 5 લાખની કાર મળી કુલ 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે. 3 દિવસ પહેલા જ વલસાડ રૂરલ પોલીસે 178 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો હતો અને 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. વલસાડ પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી હતી.
કાર્તિક બાવીશી : વલસાડ