વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં આવેલી પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની દુકાનમાંથી રાહત દરે મળતો અનાજનો જથ્થામાં જંતુઓ નીકળ્યા હતા. જેને લઈને જાગૃત ગ્રાહકે વલસાડ સીટી મામલતદાર સમક્ષ પહોંચીને સરકારી અનાજના જથ્થામાંથી જંતુઓ નીકળતા હોવાની ફરિયાદ કરી હતી. વલસાડ સીટી મામલતદારે તેમની ટીમને યોગ્ય તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા હતા.
વલસાડ શહેરના ધોબી તળાવ ખાતે આવેલી પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના લાયસન્સ ધરાક ધર્મેશ પટેલની સસ્તા અનાજની દુકાનમાં આજરોજ રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તે અનાજમાં જંતુઓ મળી આવતા જાગૃત ગ્રાહકે દુકાન ઉપર હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ ગ્રાહક અનાજના જથ્થા અંગે ગ્રાહક દ્રારા દુકાન સંચાલકને જાણ કરતા દુકાન દ્રારા અવગ્યું વર્તન કરતા ગ્રાહક દ્રારા સમગ્ર મામલે અનાજ લઈ જઈ મામલતદાર સમસ્ત રજૂ કરવામાં આવ્યું હતું અને મામલતદારને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા મામલતદાર એ ગ્રાહકની સમગ્ર ફરિયાદ સાંભળી સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે અમારી ટીમ દૂર સ્થળ ઉપર તપાસ કરતા સ્થળ ઉપર મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં કીડાઓ જોવા મળ્યા હતા. ગરીબો માટે આવતા અનાજમાં મોટા પ્રમાણમાં કીડાઓવાળું અનાજ અપાતું હોવાથી ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ કરવા આવતું હોવાનું સામે આવ્યું છે તો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય એવું સ્થાનિકો માંગ કરી રહયા છે.
કાર્તિક બાવીશી : વલસાડ
વલસાડના ધોબી તળાવ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં જીવાતવાળું અનાજ આપતા ગ્રાહક મામલતદાર કચેરીએ પહોંચ્યો.
Advertisement