પોલીસ બાદ હવે વન રક્ષકોએ ગ્રેડ પે ની કરી માંગણી, સમાધાન નહી મળે તો આંદોલનની કરવાની ચિમકી ઉચ્ચારી, ગુજરાત પોલીસને પગાર વધારાની જાહેરાતને થોડા દિવસો થયા છે. હવે વન રક્ષકોએ પણ ગ્રેડ પેની માંગણી કરી છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 10 હજારથી વધુ વન રક્ષક કર્મચારીઓએ DFO ને આવેદન પત્ર પાઠવી પડતર માંગણીઓ મુદ્દે મેદાનમાં ઉતર્યા છે.
વન રક્ષકોને થતા અન્યાય અને શોષણ સામે આંદોલનનું બ્યુગક ફુક્યું છે. 29 ઓગષ્ટથી વનની સુરક્ષા કરવાનું બંધ કરશે તેવી ચીમકી આપી વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખે મુખ્ય વન રક્ષક અધિકારીને રજુઆત કરી છે. રજુઆતમાં તેમણે જણાવ્યુ છે કે વન રક્ષક વર્ગ 3 ને 2800 ગ્રેડ પે તેમજ રજા પગાર આપવામાં આવે. આ આવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે વન રક્ષકોને ગ્રેડ પે ઉપરાંત વનરક્ષક ભરતી અને બઢતીનો રેશીયો 1:3 નો કરી આપવામાં આવે. ત્યારે આજરોજ વલસાડ વન રક્ષક કચેરી ખાતે મોટી સંખ્યામાં નવસારી તેમજ વલસાડ જિલ્લાના વનરક્ષકો દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં જો માંગ સંતોષવામાં ન આવે તો આવનારી 29 તારીખથી વન રક્ષકો હડતાળ પર ઉતરી જશે. વલસાડ ઉત્તર તેમજ દક્ષિણ વન વિભાગના વન કર્મચારીઓ દ્વારા સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કાર્તિક બાવીશી : વલસાડ