વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને 40 ગામોને જોડતો મુખ્ય અંડરપાસ બંધ થઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે.
મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે તો એક ટેમ્પો છીપવાડ રેલવે અંડર પાસમાં ફસાઈ ગયો હતો. શહેરમાં થોડા વરસાદમાં જ છીપવાડ રેલવે અંડર પાસમાં પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અંડરપાસમાં પાણી ભરાવાના કારણે પોલીસ વિભાગ દ્વારા છીપવાડ રેલવે અંડરપાસ બેરીકેટિંગ કરી બંધ કરવામાં આવ્યો છે. રેલવે અંડરપાસ બંધ થવાના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
Advertisement