વલસાડ જિલ્લા પોલીસનું ઓપરેશન દારૂ સફળ થઈ રહ્યું છે જેથી દારૂના વેચનાર પણ ડરી રહ્યાં છે. જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની રણનીતિથી બુટલેગરોની કમર તુટી છે. રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ જિલ્લા પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દેશી દારૂ વેચાણ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 242 ઘરોમાં હાઉસ રેડ કરીને 1668 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દેશી દારૂના અડ્ડાના 178 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 74 વ્યક્તિઓ ઘરે હજાર ન મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસે કુલ 29 દેશી દારૂની લાઈવ ભઠ્ઠી પણ ઝડપી પાડી હતી. જેથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે
રાજ્યમાં લઠ્ઠાકાંડમાં 70 થી વધુ લોકોના ભોગ લઈ ચૂક્યું છે. અને અસંખ્ય લોકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર જિલ્લા પોલીસે સાગમટે રેડ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લા પોલીસ જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે તેમજ દારૂનો વેપલો કરતા ઘરોમાં હાઉસ રેડ કરી હતી. જિલ્લામાં દારૂનો વેપલો કરતા ઘરોમાં પોલીસે સાગમટે રેડ કરી કુલ 242 ઘરોમાંથી 1668 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લામાં પોલીસ જવાનોની સાગમટે રેડ પડતા જિલ્લામાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.પોલીસ આવશો તેનો ડર હવે બુટલેગરોમાં દેખાયો છે 242 ઘરોમાં હાઉસ રેડ દરમ્યાન 1668 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લામાં દારૂનો વેપલો કરતા 242 ઘરોમાંથી કુલ 1668 લીટર દેશી દારૂના જથ્થા સાથે દારૂનો વેપલો કરતા કુલ 178 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. જ્યારે 74 વ્યક્તિઓ ઘરે હાજર ન મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસની રેડ દરમ્યાન 29 દેશી દારૂની લાઈવ ભઠ્ઠીમાંથી 6441 લીટર વોશ ઝડપી પાડ્યો હતો. દેશી દારૂની ભઠ્ઠીનો સામાન અને દેશી દારૂ બનવવાનો વોશ અને 3 વાહનો મળી 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લા પોલીસે 242 કિલો અખાદ્ય ગોળ, 41 કિલો નવસાર અને 29થી વધુ દેશી દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં અવતા સાધનો કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે. જિલ્લામાં વલસાડ જિલ્લા પોલોસે સપાટો બોલાવતા દારૂનો વેપલો કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જિલ્લા પોલીસની સફળ કામગીરીની પ્રશંસા થઈ રહી છે
કાર્તિક બાવીશી