વલસાડ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પૂરથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં છીપવાડ અને દાણાબજારમાં અનાજનો જથ્થો પલળી જતા ઘણું નુકશાન થયું હતું તેમજ સડેલા અનાજથી ચારેબાજુ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
આજરોજ પૂરના પાણી ઓસરતા જ જિલ્લાના પાંચ તાલુકાની પાલિકાઓના અને સુરત મહાનગર પાલિકાના ૨૦૦ જેટલા કર્મચારીઓએ ૨૩ ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી આરંભી દીધી છે. વિસ્તારોમાં કુલ ૬ ડિ-વોટરિંગ પંપો દ્વારા ભરાયેલા પાણી કાઢવા માટે કાર્યરત કરાયા છે. આ વિસ્તારોમાં સસમયસર સફાઈ કામગીરી થતાં રોગચાળો ફેલાવાની શક્યતા નહીંવત બની છે.
Advertisement
કાર્તિક બાવીશી