ઔરંગામાં ભયજનકથી પણ 3 મીટર વધી ગઇ હતી. વલસાડની ઔરંગાનદીમાં ધરમપુરના ઉપરવાસના ભારે વરસાદના કારણે સપાટી વધવા માંડી હતી. નદીના ભેરવી રૂલ લેવલ સ્ટેશન ખાતે સવારે 6 વાગ્યે ભયજનક સપાટી 4.5 મીટરથી વધીને 7.5 મીટર સુધી પહોંચી જતાં ઔૈરંગામાં ઘોડાપૂર શરૂ થઇ ગયા હતા.જેને લઇ સવારે 8 વાગ્યાથી રેલના પાણી વલસાડમાં પ્રવેશવા માંડયા હતા.
વલસાડ જિલ્લામાં મેઘરાજા અનરાધાર તેનો પ્રેમ વરસાવી રહ્યા છે ત્યારે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે વલસાડ જિલ્લામાં એનડીઆરએફ ની મદદ લેવામાં આવી છે અને વલસાડ જિલ્લામાં ઔરંગા નદી ગાંડીતૂર બનતા શહેરમાં પાણી ફરી વળ્યા છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ માનવતા વર્ષાની જેમ લોકોને મદદ કરવા ઉતરી પડી છે વલસાડ જિલ્લા પોલીસની પ્રસંશનીય કામગીરી સોશિયલ મીડિયામાં હાલ વાયુ વેગે પ્રસરી રહી છે.
Advertisement
કાર્તિક બાવીશી