Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરમપુરની વનરાજ કૉલેજને એમ.એ. સોસીયોલોજીનું અનુસ્‍નાતક કેન્‍દ્ર મળ્‍યું..

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કૉલેજને શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એમ.એ. સોસીયોલોજીના અનુસ્‍નાતક કેન્‍દ્રને માન્‍યતા આપી છે. જેને લઇ ધરમપુરના આદિજાતિ વિસ્‍તારના વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો, વહીવટી સ્‍ટાફ, ટ્રસ્‍ટી મંડળ તેમજ વાલીઓમાં આનંદનું મોજું ફરી વળ્‍યું છે. એમ.એ. સોસીયોલોજીના વિદ્યાર્થીઓ કે જેઓએ એમ.એ. સેમ-૧માં પ્રવેશ અરજી કરી છે અને હેલ્‍પ સેન્‍ટર ખાતે વેરીફાઇ કરાવ્‍યું છે, તેઓને તા.૨૮/૬/૧૮થી તા.૨૯/૬/૧૮ સુધી સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં પસંદગીની તક મળી છે. તેઓ હવે એમ.એ. સોસીયોલોજીમાં વનરાજ કૉલેજ ધરમપુરની પસંદગી કરી શકશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં 3 ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

રાજપીપળામાં આદિવાસી એકતા પરિષદ દ્વારા કાળી પટ્ટી બાંધી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!