વલસાડના તિથલ રોડ પર આવેલ જુના હાઉસિંગ બોર્ડની 209 નંબરની જર્જરિત બિલ્ડીંગમાં ત્રીજા માળના સ્લેબમાં ગાબડું પડતા લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. 40 વર્ષ જૂની આ વસાહતમાં આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. શનિવારે જે ફ્લેટમાં સ્લેબ પડ્યો તે ફ્લેટનો પરિવાર વતન ગયો હોય જાનમાલની નુક્સાની ટળી હતી. શનિવારે વહેલી સવારે વલસાડના તિથલ રોડ પર આવેલ જુના હાઉસિંગ બોર્ડની 209 નંબરની જર્જરિત બિલ્ડીંગમાં ત્રીજા માળનો સ્લેબ ધરસાઈ થયો હતો. આ બિલ્ડીંગમાં 4 પરિવારો રહેતા હતા. બાકીના ફ્લેટ બંધ હતા બિલ્ડીંગ જર્જરિત હોવાથી વધુ લોકો રહેતા ન હતા. તેવામાં આ ઘટના બની હતી બિલ્ડીંગના ત્રીજા માળે ફ્લેટનો અગાસીનો ભાગ ધડાકાભેર તૂટ્યો હતો.
ઘટના દરમ્યાન ફ્લેટમાં રહેતો પરિવાર 15 દિવસ માટે ગામ ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી અને આ ધાબું પડતા બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોએ તાત્કાલિક બિલ્ડીંગ ખાલી કરી દીધું હતું. છતમાં પડેલા મસમોટા ગાબડા બાદ સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે 33 વર્ષથી અહીં લોકો વસવાટ કરે છે. હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગ વર્ષોથી અત્યંત જર્જરિત છે. જેને રીપેર કરવા તેમજ રીનોવેશન કરવા સરકારમાં તેમજ હાઉસિંગ બોર્ડમાં અનેક વાર રજુઆત કરવા છતાં અહીં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ફરકતા સુધ્ધાં નથી.
વલસાડમાં જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટતા ભાગદોડ.
Advertisement