Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લાની સરીગામ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદાર ઘાયલ.

Share

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઇડીસીમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનતા 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. શુક્રવારે સવારે 9:30 કલાકે બનેલી ઘટના બાદ અફરાતફરી મચી હતી.

મળતી વિગત મુજબ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેમિકલ પ્રોડકટ બનાવતી વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં અગમ્ય કારણોસર બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટની ઘટના બાદ કંપનીમાં અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. તાત્કાલિક ધોરણે કંપની સંચાલકોએ બંને ઘાયલ કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ સરીગામ ફાયર અને ભીલાડ પોલીસ મથકને થતાં કર્મીઓ ઘટના સ્થળ ઉપર આવી શાંતિ, સલામતી અને સુરક્ષાના તમામ પગલાં લેવા કવાયત હાથ ધરી હતી. કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ આગ સાથે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં બોમ્બ જેવો ધડાકો થતાં આજુબાજુની કંપનીમાં ધ્રુજારી પ્રસરવા સાથે પતરાને ભારે નુકસાન થયું છે. ફાયરે પાણી-ફૉમનો મારો ચલાવી બ્લાસ્ટ અને આગની ઘટનાને કાબુ લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ બાળકોનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી.

ProudOfGujarat

વડોદરા પાણીગેટ વિસ્તારના સ્ટેટ વિજિલન્સના પી.આઇની બદલી.

ProudOfGujarat

રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈનનો વિરોધ કરી ગુરુવંદના દિન તરીકે ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!