Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

Share

શ્રી કુરુક્ષેત્ર જીર્ણોધ્ધાર ટ્રસ્ટ જહાંગીરપુરા દ્વારા આયોજિત સૂર્યઘાટ તાપી કિનારે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામા આજે ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પૂર્વે ત્રીજા દિવસનો ભાગવતનો દશાંશ યજ્ઞ પ્રવીણભાઈ પટેલ(અંબાજી ચકલા) ના નિવસ્થાને વિષ્ણુ સહસ્ત્ર નામવલી અને તુલસી દ્રવ્ય સાથે આચાર્ય કિશન શુકલ દ્વારા સંપન્ન કરવામા આવ્યો હતો. મુખ્ય યજમાન ગિરીશભાઈ પટેલ પરિવાર, કમલેશભાઈ સેલર તેમજ મહેમાનો હરીશભાઈ ઉમરીગર, નિરંજનભાઈ જાજમેરા, ((પૂર્વ મેયર), કમલાબેન મણિલાલ પટેલ, મુકેશભાઈ દલાલ(ભાજપ મહામંત્રી), લોક સાહિત્યકાર તેજદાન ગઢવી, આચાર્ય ધર્મેશભાઈ સામવેદી, હેમંતભાઈ જોષી, પંકજભાઈ દેસાઈ (બેગમપુરા), દ્વારા પોથી તેમજ વ્યસપૂજન કરવામા આવ્યું હતું. કથાકાર પ્રફુલભાઈ શુકલ એ વ્યસપીઠ પરથી કહ્યું હતું કે ” દાન આપનારો જ એ ધનનો માલિક છે”. સુખ વધારવું હોય અને દુઃખનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય કળિયુગનો મહામંત્ર શ્રીકૃષ્ણ શરણાં મમ છે, પશ્ચિમની સંસ્કૃતિ એ દ્રાક્ષની છે જ્યારે ભારતની સંસ્કૃતિ એ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે, આ દેશ સ્વામીવિવેકાનંદનો છે, હિંદુઓનો દેશ છે,આ સનાતનીઓનો દેશ છે, હિન્દુસ્તાનમા રહેનારાઓએ હંમેશા એની અસ્મિતાનું ગૌરવ લેવુ જોઈએ, આ દેશમા લગ્ન એ યોગ છે ભોગ નથી,” પ્રહલાદની નિષ્કામ ભક્તિ આગળ ભગવાન સ્તંભમાથી પ્રગટ થાય છે” આવતી કાલે કથામા ભાગવતજીનો પ્રધાન મહોત્સવ કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેની પ્રથમ જાખી ઉત્સવ યજમાન વર્ષાબેન ઈશ્વરભાઈ ગાંડાભાઈ પટે અને એમનો પરિવાર ભગવાનનું પ્રથમ પારણું જુલાવશે જેની તૈયારી શ્રી કુરુક્ષેત્ર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા કરવામા આવી રહી છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા PIA વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

ProudOfGujarat

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનુ સ્થાયી કાર્યકર્તા સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!