ગઈ કાલે ગ્રામ પંચાયતની ચૂંટણીમા અનેક જગ્યા ઉપર વલસાડ તાલુકામાં વિવાદ થયો હતો ત્યારે વલસાડના રાબડા ગામે પ્રાથમિક સ્કૂલમા બોગસ મતદાન કરવા જતા એક યુવાન ઝડપાયો હતો વલસાડ રૂરલ પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી વલસાડ જિલ્લામાં યોજાઈ જેમાં 71 ટકા જેટલું જંગી મતદાન યોજાયું ત્યારે વલસાડ તાલુકાના રાબડા ગામે સ્કૂલ ફળીયા પશ્ચિમ પાંખ બુથ નંબર 1 ઉપર રાબડા ગામે અરુણ ધીરુભાઈ રાઠોડ જે મતદાન બુથ ઉપર મતદાન કરવા નામ બદલીને પહોંચી ગયો હતો જ્યારે તે કરણ ધીરુભાઈ રાઠોડ નામ નામે મતદાન કરવા પહોંચ્યો હતો જોકે પ્રિસાઇડીંગ ઓફિસરે તેની કાપલી જોતા કરણ ધીરુભાઈનું મતદાન થઇ ગયું હોવા છતાં ફરીથી યુવક મતદાન કરવા આવતા તે બોગસ મતદાન કરવા આવ્યો હોવાનું બહાર આવતા તુરંત જ યુવકને અટકાવી દીધો હતો. સમગ્ર બાબતે રૂરલ પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે બોગસ મતદાન કરવા આવેલ યુવકને ઝડપી લઈને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
કાર્તિક બાવીશી