વલસાડ જિલ્લામાં 334 પૈકી 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં 302 સરપંચના પદ માટે 815 ઉમેદવારો મેદાને છે. 2150 સભ્યોની બેઠક માટે 5200 ઉમેદવાર મેદાનમાં છે આ ચૂંટણી 955 બૂથ પર યોજાઈ રહી છે જેમાં 7 લાખ 87 હજાર મતદાન કરી રહ્યા છે.
ગામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે લોકો સામેથી મતદાન કરવા આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જિલ્લાના વિવિધ તાલુકાના મુખ્ય મતદાન મથકો પર મતદાતાઓ મોટી સંખ્યામાં લાઈનો લગાવી પોતાના ભાવિને જીતનો તાજ પહેરવાં માટે મતદાન કરી રહ્યા છે મતદાતાઓ બેલેટ પેપરથી પોતાના ભાવિના નિશાન ઉપર મોહર લગાવી રહ્યા છે ત્યારે આજે જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે જિલ્લામાં 927 પોલીસ જવાનો 1400 જેટલા હોમગાર્ડ,જી.આર.ડી ના જવાનો સાથે 2 એસ.આર.પી ની ટિમ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે સાથે જિલ્લાના દરેક મતદાન કેન્દ્રો પર પોલીસ પેટ્રોલીગ ટીમ સાથે અધિકારીઓ દ્રારા નજર રાખી રહ્યા છે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ દ્રારા જીલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે હાલ છેલ્લા 2 કલાક માં 7.91 ટકા મતદાન નોંધાઇ ચૂક્યું છે.
કાર્તિક બાવીશી