Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ : મામેરાની વિધિ સમયે તિજોરીમાંથી 40 તોલા સોનાની ચોરી.

Share

વલસાડમાં લગ્ન પ્રસંગ સમયે ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. ઘરમાં લગ્ન હોવાથી પરિવાર પરિવાર મામેરાની વિધિમાં વ્યાસતા હતો ત્યારે તસ્કરોએ તકનો લાભ લઈને અંદાજિત 40 તોલા સોનુ અને 15 હજાર રોકડા રૂપિયાની ચોરી કરી હતી.

વલસાડના પારનેરા ગામે આ ચોરીની ઘટના બની હતી. ગામના નીતિનભાઈ રણછોડભાઈ પટેલના ઘરે લગ્ન લેવાયા હતા. લગ્ન પારડીના રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં લેવાયા હતા. પરિવાર મામેરાની વિધિમાં વ્યવસ્ત હતો, ત્યારે ચોરીની ઘટના બની હતી. પરિવાર મામેરાની વિધિ પતાવી રૂમમાં પરત ફર્યો ત્યારે આખી તિજોરી વિખેરાયેલી હતી. પરિવારના સદસ્યોએ તપાસ કર્યુ તો તિજોરીમાંથી 40 તોલા સોનુ ગાયબ હતું. તેમજ પાકીટમાં મૂકેલા 15 હજાર રૂપિયા પણ ગાયબ હતા. એક તરફ લગ્નને કારણે ઘરની બહાર માંડવો બંધાયો હતો, ત્યાં જ ચોરી થતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

Advertisement

ઘરમાંથી કબાટ ખોલી ઘરેણાંની ચોરી થતા જ વલસાડ રૂરલ પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે લગ્નમાં આવેલા જાનૈયાઓ તથા મહેમાનોની પૂછપરછ હાથ ધરી હતી.


Share

Related posts

વડોદરા : ધંધાની લાલચમાં સંબંધીઓનો સહારો લઇ પુત્રએ જ પિતાની કરી હત્યા

ProudOfGujarat

માંગરોલ તાલુકા ગ્રાન્ટ ઇન એઇડ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે ચૂંટણી ટાળે આ મુલાકાત મહત્વની ! જાણો કેવી રીતે…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!