Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ રૂરલ પી.એસ.આઈ. નું સંવેદના અબોલ જીવોની સંસ્થા દ્વારા સન્માન કરાયું.

Share

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી જિલ્લા પોલીસ ડિટેકશન બાબતે આગવું સ્થાન ધરાવે છે જેમાં રંગ વલસાડ જિલ્લાની ટીમ પૂરાવે છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પીએસઆઇ અમીરાજસિંહ રાણા વલસાડ પોલીસ સ્ટેશનનો રંગ બદલી નાંખ્યો છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓને ખંભાતી તાળા લાગ્યા છે. વલસાડના ધરમપુરના ગૌરક્ષકને ડુંગરી પાસે ગૌતસ્કરી કરતી ગેંગના ટેમ્પો ચાલકે ટક્કર મારી ઉડાવી દીધો હતો. ત્યારે આ ઘટનામાં તુરંત એક્શન લઇ વલસાડ એસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસે આ તસ્કરોને વલસાડ અને મહારાષ્ટ્રથી પકડી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેમની આ સિદ્ધિને સંવેદના અબોલ જીવોની અખબારી સંસ્થા દ્વારા વધાવી લઇ તેમનું સન્માન કર્યું હતુ.

સંવેદના અબોલ જીવોની અખબારી સંસ્થા દ્વારા ગૌરક્ષકને મોતને ઘાટ ઉતારનારા આરોપીને પકડનારાની ટીમનું સન્માન કરાયું હતું વલસાડ રૂરલ પીએસઆઈ અમીરાજસિંહ ઝાલાનું સન્માન કરતી તસ્વીર જોઈ શકાય છે. રૂરલ પોલીસ સ્ટેશનનું નવું નજરાણું જોઈ ટીમના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. સંવેદના અબોલ જીવોની અખબારના સેંજલ મહેતા અને કેતનભાઇ ગણાત્રાએ વલસાડના પત્રકાર કાર્તિક બાવીસી સાથે તમામ અધિકારીને રૂબરૂ મળી સન્માન કર્યું હતુ.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

પુલવામાંમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો ભરૂચમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના જાણો ક્યાં અને ક્યારે?

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

ભરૂચની મેડિકલ કોલેજનાં ગેટ પર કોબ્રા સાંપ દેખાતા દોડધામ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી જઇ સાંપને સુરક્ષિત સ્થળે છોડતા લોકોએ લીધો હાશકારો જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!