વલસાડ જિલ્લા પોલીસ વડા સ્વચ્છ છબી ધરાવનાર અધિકારી છે. દારૂના દુષણો સામે અનેક વખત કડકમાં કડક કાર્યવાહી કરી છે જ્યારે હમણાં જ દારૂ જુગારધામ કેસમાં એલસીબીની ટીમે રેડ કરતા ફરજમાં બેદરકારી બદલ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ૨ પોલીસ કર્મી સસ્પેન્ડ કરતા ફફડાટ ફેલાયો હતો. વાપીના ચલા ખાતે બંગલામાંથી જુગાર અને દારૂની પાર્ટી કરતા પાંચ લોકોને એલસીબીની ટીમે પકડવાના કેસમાં ચલા આઉટ પોસ્ટના બે પોલીસ કર્મીને ફરજમાં નિષ્કાળજી રાખવા બદલ એસપીએ સસ્પેન્ડ કર્યા છે.
વાપી ટાઉનના ચલા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીના બંગલા નં.3 માં શનિવારે મોડી રાત્રે એલસીબીએ રેઇડ કરી અંદરથી જુગાર સાથે દારૂની મહેફિલ માણતા પાંચ ઇસમોની ધરપકડ કરી હતી અને ઓડી-ક્રેટા કાર મળી કુલ રૂ.26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કેસની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ ચલા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ભરતભાઇ ભવનભાઇ અને જશવંતભાઇ રાઠોડને ફરજમાં નિષ્કાળજી રાખવા બદલ સસ્પેન્ડ કર્યા છે. બે પોલીસ કર્મીને જુગાર અને પ્રોહિબિશનના કેસમાં નિષ્કાળજી દાખવતા સસ્પેન્ડ કરાતા અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો જિલ્લા પોલીસ વડાના આગમન સાથે જ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ બુટલેગરોને હાંફતા કરી દીધા છે.
કાર્તિક બાવીશી