Proud of Gujarat
FeaturedGujaratINDIA

અફઘાનિસ્તાનથી વલસાડ પરત આવનારે વર્ણવી ત્યાંની વ્યથા.

Share

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 4 ગુજરાતીઓ સુરક્ષિત રીતે ભારત અને ગુજરાત આવી ચૂક્યા છે. જેમાં એક ગુજરાતી વલસાડના માલવણ ગામના રહીશ છે. માલવણ ગામના રહીશ એવા ઇશ્વરભાઇ છીબુભાઇ પટેલ ગતરોજ જ પોતાના ગામ પરત થયા છે. તેઓ અફઘાનિસ્તાનનમાં 4 મહિના અગાઉ મિલિટ્રીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી માટે ગયા હતા. આ દરમિયાન અમેરિકાએ પોતાનું લશ્કર ત્યાંથી હટાવી દેવાની જાહેરાત કરતા ગત 15 મી ઓગષ્ટે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો હતો. ત્યારથી ઇશ્વરભાઇ ભારત આવવા માટે બેબાકળા બન્યા હતા. ત્યાંની પરિસ્થિતિ ખુબ વણસી હતી. ત્યારે તેઓ ભારત આવવાની રાહ જોતા હતા, પરંતુ ત્યાંથી એર લિફ્ટ માટે તેમનો નંબર લાગતો ન હતો. આખરે તેમનો નંબર 19 મી ઓગષ્ટના રોજ લાગ્યો અને તેઓ અફઘાનિસ્તાનથી કતર અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. દિલ્હીથી તેઓ ફ્લાઇટમાં સુરત અને પછી વલસાડના માલવણ ગામે પોતાના ઘરે પર થયા હતા. ત્યારે તેમના પરિવારજનોના દિલને રાહત થઇ હતી.

તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, અમેરિકન કેમ્પમાં અમારી નોકરી હોય અમે સુરક્ષિત હતા. અમેરિકન આર્મી અમને સતત હિંમત આપતી અને કહેતી જ્યાં સુધી અમે છે, ત્યાં સુધી તમને આંચ આવવા દઇશું નહી. તેમણે સતત અમારી સુરક્ષા કરી હતી.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

વાંકલની શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ ખો ખો માં રાજ્યકક્ષા એ પસંદગી પામ્યા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય જંબુસર માં 193મો મફત નેત્ર યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!