Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્યે મુખ્યમંત્રીને રાખડી બાંધી.

Share

વલસાડના ભાજપી અગ્રણી અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય એવા હેમાક્ષીબેન દેસાઇએ આ રક્ષાબંધન પર ખાસ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાખડી બાંધી બહેનની ફરજ અદા કરી હતી. મહિલા કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મહિલા સાંસદો સહિત અનેક ભાજપ અગ્રણીઓએ રક્ષાબંધનનો તહેવાર મુખ્યમંત્રીને રાખડી બાંધી મનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપિકાબેન શરડવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વિજયભાઇ રૂપાણીને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

પંચમહાલ:- ગોધરા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓનું મ્યુઝીયમ નિર્માણ પામશે.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં રતનપોર ભીલવાડા ગામેથી વધુ એક દીપડો ઝડપાયો : વનવિભાગ દોડતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!