વલસાડમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વલસાડ રૂરલ પોલીસ મથકે પીએસઆઇ અમિરાજસિંહ રાણા દ્વારા સત્યનારાણયની કથાનું આયોજન કરાયું હતુ. આ કથામાં વલસાડ ડીવાયએસપી એમ. એન. ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં પીએસઆઇ મિયાત્રા, ડુંગરી પીએસઆઇ જયદિપ રાજપુત, પીએસઆઇ વનાર સહિતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રૂરલ પોલીસનો આખો સ્ટાફ કથામાં જોડાયો હતો. શ્રાવણ માસમાં યોજાયેલી આ કથા થકી પોલીસ મથકમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ. તેમજ એક પોઝીટીવ એનર્જીનું સર્જન થયું હતુ.
વલસાડમાં તાજેતરમાં આવેલા રૂરલ પીએસઆઇ અમિરાજસિંહ રાણાએ રૂરલ પોલીસ મથકને નવારરંગ રૂપ આપ્યા હતા. તેમના દ્વારા રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ગુનાખોરી ડામવાના પ્રયાસો થયા અને તે સફળ પણ રહ્યા હતા. લોકોની ફરિયાદનું નિવારણ કરવામાં રૂરલ પોલીસ સતત કાર્યશિલ રહ્યું છે. તેમની આ કાર્યશૈલીમાં યોજાયેલી એ કથાએ ચાર ચાંદ લગાવી દીધા હતા. જેના થકી પોલીસને એક નવું બળ મળ્યું હોવાનું જોવા મળ્યું હતુ.
કાર્તિક બાવીશી