વલસાડ છીપવાડના રહેવાસી અને સતત ત્રણ પેઢીથી વલસાડમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્વ.મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા ૧૨ વર્ષથી વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ જે ગંભીર બીમારીઓમાં અત્યંત ઉપયોગી જેવી કે, ડાયાબિટીસ, કાર્ડિયાક, બ્લડ પ્રેશર, વાયરલ તાવ, અને હાલની કોરોના મહામારી સમયે ખુબ જ ઉપયોગી દવાઓ સાથે ગ્લુકોઝની કુલ ૩૬૦૦/- બોટલો તેમજ નાના મોટા ઓપરેશન સમયે ખુબજ ઉપયોગી સર્જીકલના સાધનો, માસ્ક, સેનિટાઈઝરનું નિઃશુલ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન વલસાડ નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાખવામાં આવ્યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સ્વ. કૈલાશનાથ પાંડે અને એમના પરિવારની સેવાકીય પ્રવૃતિઓ સમાજ માટે ઉદાહરણ બનશે તેમ જણાવી પાંડે પરિવારના મોભી સ્વ.અમરનાથ પાંડેએ કરવામાં આવેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમમાં પાંડે પરિવારના દિવ્યેશ પાંડે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરિવારના પ્રજ્ઞેશ પાંડે દ્વારા પરિવાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલના ડો. રોહનભાઈ પટેલ દ્વારા પાંડે પરિવાર દ્વારા હોસ્પિટલને કરવામાં આવતી સહાય અંગે આભાર વ્યક્ત કરી આ કાર્ય અવિરત ચાલુ રહે એવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલ, વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ, વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી. એમ.એન.ચાવડા, વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ, વલસાડ મુસ્લિમ સમાજ અગ્રણી મોલાના અબ્દુલ અઝીઝ, વલસાડ શિક્ષણ વિભાગના બી.આર.સી. કોઓર્ડીનેટર મિતેશભાઈ પટેલ, વલસાડ કસ્તુરબા હોસ્પિટલના ફીઝીશીયન ડો.સમીરભાઈ દેસાઈ, ગાયનેક ડો. યોગીનીબેન રોલેકર સહિત પાલિકાના સભ્યો, પાંડે પરિવારના સભ્યો શુભેછકો, એમ.આર. મિત્રો, શિક્ષણ વિભાગના સી.આર.સી. કો-ઓર્ડીનેટર, પરિવારજનો, મિત્રવર્તુળ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાંડે પરિવારના પુત્રવધુ તેમજ શિક્ષિકા શ્રીમતી મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્તિક બાવીશી