Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા ૨૫૩ વેપારીઓ પાસે રૂા. ૮૬,૮૦૦ નો દંડ વસુલ કરાયો

Share

 

(કાર્તિક બાવીશી )મદદનીશ નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા  મે- ૨૦૧૮ દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી(એન્‍ફોર્સમેન્‍ટ) રૂલ્‍સ અન્‍વયે  વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કુલ ૯૨૦ વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી રૂા.૭,૮૮,૦૨૫/- ચકાસણી અને મુદ્રાંકનની સરકારી ફ્રી વસુલ કરવામાં આવી છે. વજનમાપ તથા પીસીઆર કાયદાના ભંગ કરવા બદલ ૨૪૧ વેપારી એકમો સામે પ્રોશીકયુશન કેસ કરી રૂા.૪૫,૩૦૦ નો દંડ વસુલ કરાયો હતો.

Advertisement

આ ઉપરાંત ચાર મોબાઇલ કોર્ટનું આયોજન પણ કરાયું હતું. જેમાં ૨૨૫ વેપારીઓ સામે કેસ કરી રૂા.૨૨૫૦૦ નો દંડ જ્‍યારે વિવિધ વસ્‍તુઓના ભાવ વધારા બાબતે પ્રોસીકયુશન કેસ કરી નવસારીના રામ પ્રવેશસીંગ પાસે રૂા. ૨૦૦૦, સુભી જનરલ સ્‍ટોર સાંદલપુર-નવસારી પાસે રૂા.૨૦૦૦, તુલસીભાઇ તખતસિંહ પાસે રૂા.૨૦૦૦, હોટલ શ્રીનાથ- ને.હા.નં.૪૫, પારડી પાસે રૂા.૪૦૦૦ નો દંડ સ્‍થળ ઉપર વસુલ કરાયો હતો. સુપર સ્‍કેલ ચીખલીને તોલમાપ ડીલર પરવાના વિનાના વજનકાંટાનો ઉપયોગ કરવા બદલ રૂા.૨૦૦૦, ઓમ સાઇ ફુડ પ્રોડક્‍ટસ-કોલાસણા-નવસારીને તોલમાપ કાટા વજન પ્રમાણિત કર્યા અંગેનું પ્રમાણપત્ર ધંધાના સ્‍થળે પ્રદર્શિત કર્યું ન હોવાથી રૂા.૨૫૦૦, શિવ ફુડ પ્રોડકટસ ધોળાપીપળા-નવસારીને તોલમાપ કાટા વજન પ્રમાણિત કર્યા અંગેનું પ્રમાણપત્ર ધંધાના સ્‍થળે પ્રદર્શિત કર્યું ન હોવાથી રૂા.૨૫૦૦ તેમજ તાજ સ્‍ટોર્સ- આહવાએ ધંધાના સ્‍થળે નિયમ મુજબનો વજનકાંટો નહીં રાખેલો હોવાથી રૂા.૨૦૦૦નો દંડ વસુલ કરાયો હોવાનું મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી બી.આર. વિશાણા દ્વારા જણાવાયું છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

ઝધડિયા પંથકમાં ગેરકાયદેસર માટી ખોદનારા સામે મામલતદાર અને ભૂસ્તર વિભાગે તવાઈ બોલાવી.

ProudOfGujarat

વાગરામાં આવેલ ગેઇલ કંપનીમાં દીપડો જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!