Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ : શાળાઓમાં ફાયર એન.ઓ.સી ન મેળવતા નગરપાલિકાની ટીમે શાળાઓનાં નળ કનેકશન કાપી નાંખતા ચકચાર.

Share

વલસાડ શહેરની પાંચ મોટી શાળાઓમાં ફાયર એનઓસી ન મેળવતા વલસાડ નગરપાલિકાની ટીમે શાળામાં જઇને એક બાજુ પરીક્ષા ચાલી રહી હતી અને બીજી બાજુ પાલિકાના કર્મચારીઓએ નળ કનેકશન કાપી નાખતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેમાં કેટલીક શાળાઓમાં પ્રિન્સિપાલ સાથે જીભાજોડી થઈ હતી.

વલસાડ શહેરમાં ફાયર એનઓસીને લઈને વલસાડ નગરપાલિકાની ટીમ એક્શનના મુળમાં છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવતી શાળાઓએ હોસ્પિટલ કે દુકાનો હોય તેઓએ ફાયરના એનઓસી ન મેળવલી હોય તેમની સામે કડક કાર્યવાહી કરી રહી છે અને નળ કનેકશન કાપી રહ્યા છે વલસાડ શહેરમાં આવેલી મોટી શાળાઓ વલસાડ જીવીડી સાર્વજનિક હાઈસ્કૂલ, પ્રજ્ઞા પ્રબોધ વિદ્યાલય, મણીબા સાર્વજનિક કન્યા વિદ્યાલય, સેન્ટ જોસેફ ઇ.ટી હાઈસ્કુલ, વલસાડ આવાબાઇ હાઇસ્કુલ આ પાંચે શાળાઓમાં સ્કૂલના પ્રિન્સિપાલઓએ નગરપાલિકામાંથી ફાયરને એન.ઓ.સી મેળવેલ ના હોય સાથે એનઓસી મેળવવા માટે પાલિકામાં અરજી પણ ન કરેલ હોય જ્યારે આ બાબતે વલસાડ નગરપાલિકાના સીઓ જેયુ વસાવા અને વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશભાઈ ચૌહાણે એમની ટીમ સાથે આજરોજ શાળામાં જઇને નળ કનેકશન કાપી નાખતાં ભારે ચકચાર મચી ગઇ છે. વલસાડ આવાબાઇ હાઈસ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી અને બીજી બાજુ પાલિકાની ટીમે વિલનની જેમ એન્ટ્રી પાડીને કનેક્શન કાપી નાખ્યું છે. વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી સેન્ટ જોસેફ ઇ.ટી હાઈસ્કુલમાં પાલિકાની ટીમ નળ કનેકશન કાપવા ગઈ હતી ત્યારે સ્કૂલના આચાર્યએ પાલિકાના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી જ્યારે આ બાબતે વલસાડ નગરપાલિકાના મહિલા સભ્યના પતિએ પણ પાલિકામા વાત થઈ ગઈ છે કનેક્શન ના કાપો કહીને અડચણ ઉભી કરી હતી પણ પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશ ચૌહાણે ઉપરથી ઓર્ડર છે કહીને કનેક્શન કાપી નાખ્યું હતું.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનાં મતનું ભાવિ થયું સીલ… જાણો વધુ.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે કારમાં આવેલા ઈસમોએ બાળકનું અપહરણ કરવાનો કર્યો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!