ધરમપુરમાંથી મહારાષ્ટ્રમાંથી જતી આવતી અનેક ટ્રકના જોખમી વળાંક પર અકસ્માત થતા રહેતા હોય છે આવી જ એક ઘટના ધરમપુરના બિલપુડી ગામે બની હતી જેમાં સદનસીબે ચાલકનો જીવ બચી ગયો હતો.
મહારાષ્ટ્રના અહેમદ નગરથી મોટર ભરી અમદાવાદ જતી એક ટ્રક નંબર Mh.43.ad.9466 ધરમપુરમાંથી પસાર થઇ રહી હતી એ સમયે બિલપુડી ચોકડીના વળાંક પર ટ્રક સામે એક લક્ઝરી બસ આવી જતાં ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઇ હતી જેમાં માલ સામાન ભરેલ હતો. ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારી બચાવ થતા ચાલકને હાથમાં અને પગમાં નાની મોટી ઇજા પહોંચી હતી.જોકે આ અકસ્માતની ઘટના બનતા કોઇનો જીવ ગયો ન હતો બનાવ સંદર્ભે ડ્રાઇવરે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો.
કાર્તિક બાવીશી
Advertisement