વલસાડ હાઇવે પર રોડ રસ્તાનો હાલ મરણ પથારી પર છે લોકો કહી રહ્યા છે કે ટોલ સાથે અકસ્માત ફ્રી ની નીતિ છે. આઇઆરબી તંત્રની બેદરકારીને લઈ દિન-પ્રતિદિન અકસ્માતો ખડકી હાઇવે પર સર્જાઇ રહ્યા છે. લોકોના જીવ અકસ્માત નો લે તો નવાઈ નહીં નવા બ્રિજ પર પડેલા ખાડાથી વાહનચાલકોને ઈમરજન્સી બ્રેક મારવાની ફરજ પડતા અકસ્માતો થઈ રહ્યા છે. લોકો રસ્તાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. અકસ્માતોમાં વાહનોને નુકશાન સાથે ચાલકોને માત્ર સામાન્ય ઇજા થઇ છે. પરંતુ જીવલેણ અકસ્માતની ભીતી છે.
શુક્રવારે ખાડાને લઈ ખડકી બ્રિજ પર ફરી અકસ્માત સર્જાયો હતો, જેમાં વાપીથી વલસાડ xuv કાર નંબર MH01CH6138 માં નીકળેલા નિલય સુરેશચંદ્ર દેસાઈ મૂળ રહે મુંબઈ, હાલ રહે વાપી ઝેન સોસાયટી અલકાપુરી નારાયણ પાર્ક ખડકી બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે તેમના આગળ ચાલતી કારે ખાડાને લઇ ઈમરજન્સી બ્રેક મારી હતી જેને લઇ નીલઈ દેખાઈએ પણ તેની કારને ઈમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. નિલય દેસાઈની કાર અટકી તો ગઈ હતી પરંતુ તેમની પાછળ પૂરઝડપે આવી રહેલો ટેમ્પો નં DN09L9486 ના ચાલક ઈમરજન્સી બ્રેક મારી ન શકતા એને કારને પાછળથી ટક્કર મારી દીધી હતી અને વાહનની સ્પીડને કારણે ટેમ્પો અને XUV કાર પલટી મારી ગઇ હતી. ઘટનાથી ટ્રાફિક જામ થયો હતો જેને લઇ બ્રિજની અવરજવર બંધ થઈ જવા પામી હતી. આકસ્માતમાં કાર સવાર નિલય દેસાઈ અને તેની પત્ની બિનલબેનનો બચાવ થયો હતો. જ્યારે ટેમ્પોચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો.
કાર્તિક બાવીશી