Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઔરંગાનદીમાં ઘોડાપુર : ખેરગામ તાલુકાના ત્રણ પુલ પાણીમાં ગરકાવ.

Share

ખેરગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન ઔરંગા સહિતની લોકમાતાઓમાં ઘોડાપુર આવ્યા હતા.જેના કારણે ખેરગામ તાલુકાના લોકોનો ધરમપુર અને વલસાડ તાલુકાના ગામો સાથેનો સંપક કપાઈ જવા પામ્યો હતો. જ્યારે ખેરગામ તાલુકામાં 14 કલાકમાં 2.83 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ખેરગામ તાલુકા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન અને ઔરંગા સહિતની લોકોમતાઓમાં ઘોડાપુર આવ્યા હતા જેના કારણે ખેરગામ તાલુકાના પાટી અને ધરમપુર તાલુકાના ખટાણાંને જોડતો ચીમનપાડા અને ધરમપુર તાલુકાના મરધમાળ જોડતો અને નાંધઇ અને વલસાડ તાલુકાના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આમ ખેરગામ તાલુકાના ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા ખેરગામ તાલુકા અને ધરમપુર અને વલસાડ તાલુકાના ગામો સાથેનો સંપક કપાઈ જવા પામ્યો હતો. ત્યારે લોકોએ એક તાલુકાથી બીજા તાલુકામાં રોજગરી ધધાં કે અન્ય કામો અર્થે જવા માટે લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી. જ્યારે ખેરગામ તાલુકામાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના 11 કલાકમાં 2.83 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ખેરગામ તાલુકાના છેવાડે આવેલું પાટી ગામના નદી ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટી અને ધરમપુરના ખટાણાંને જોડતો પુલ અમારા માટે આશીર્વાદ સમાન છે. પરંતુ ચોમાસ દરમ્યાન ઉપરવાસમાં વરસાદ થતાં આ પુલ પાણીમાં ડૂબી જાય છે. જેના કારણે અમારે ધરમપુરના ખટાણાં ખાતે આવેલી દૂધ ડેરીમાં દૂધ ભરવા જવા માટે અડધો કિલોમીટરની જગ્યે હવે 15 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે. આમ અમારે આ પુલ પરથી ખટાણાં થઈ ધરમપુર જવા માટે 9 કિલોમીટર પડે છે. જ્યારે પુલ પાણીમાં ડૂબી જતા ધરમપુર જવા માટે 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડે છે. સરકાર દ્વારા આ પુલને ઉંચો કરી અમારી સમસ્યા દૂર કરે તેવી આમરી માંગ છે.

Advertisement

કાર્તિક બાવીશી : વલસાડ


Share

Related posts

અંકલેશ્વર : તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ રોડ પર આવેલ તળાવમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રા. શા. ભડકોદરા ખાતે પીરામણ કલસ્ટરનો કલા ઉત્સવ તથા બાળવાર્તા સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!