Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકની 56 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

Share

વલસાડ-નવસારી અને ડાંગ જીલ્લાનાં સહકારી ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની 56 મી વાર્ષિક સાધારણ સભામાં બેંકનાં સભાસદોને બેંકનાં ઇતિહાસમાં 23 વર્ષ પછી 15 % ડિવિડન્ડ આપવાની બેંકના ચેરમેન અરવિંદભાઇ પટેલે જાહેરાત કરતા ઉપસ્થિત સૌ સભાસદોએ સર્વાનુમતે મંજુરીની મહોર મારતાં સભાસદોમાં ખુશીનો માહોલ સ્થાપિત થવાં પામ્યો છે સાથે જ મહામારીનાં કપરા કાળમાં જીવનાં જોખમે ફરજ બજાવનારા બેંકના કર્મચારીઓ બેંકની સાધારણ સભામાં અભિનંદનનાં અધિકારી બન્યા હતાં વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની 56 મી વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં બેંકનાં ચેરમેન અરવિંદભાઇ પટેલે સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની સહકારી બેંકો મારફતની આત્મનિર્ભર યોજના-1 અને આત્મનિર્ભર યોજના-2, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, ડેરી કેસીસી સહિતની અનેકવિધ યોજનાનો બેંકમાં શુભારંભ થયો છે જેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત પેક્સ ટુ એમ.એસ.સી. યોજના અંતર્ગત ગોડાઉન, રૃરલ મોલ, રાઇસમીલ, પ્રોસેસિંગ યુનિટ સહિતનાં હેતુઓ માટેની યોજનાઓનાં શુભારંભ થતાં મહત્તમ યોજનાનો લાભ લેવાં અનુરોધ કરવાની સાથે ભારતનાં ઇતિહાસમાં પ્રથમ વખત સહકાર મંત્રાલયની શરૂઆત સાથે સહકારથી સમૃધ્ધિનાં નવા સુત્ર થકી કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહને અભિનંદનની વર્ષા કરી સહકારથી સમૃધ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાની સહકારી ભાવનાં વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મંડળીનાં સંચાલકોને મંડળી કક્ષાએ ધિરાણની 100 % વસુલાત કરવાનાં અભિગમ અપનાવવાની સાથોસાથ મંડળીનાં તમામ સભાસદોની ધિરાણની જરૂરીઆત પુરી પાડવાં ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રવચનનાં સમાપનમાં તેમણે જણાવ્યું હતું કે, બેંકનો ખેડૂત બેંકની મોબાઇલ બેંકીંગ સુવિધા દ્વારા ઘર બેઠા ફંડ ટ્રાન્સફર કરી શકે તે માટે આઇ.એમ.પી.એસ. સુવિધાનો શુભારંભ, રૂ.1 લાખ સુધીનાં અકસ્માત વિમો, રુ.5 લાખ સુધીની થાપણ વિમાથી સુરક્ષિત, બેંકનું નેટ NPA ઝીરો, ની જાહેરાત વાર્ષિક સાધારણ સભામાં બેંકના ચેરમેન અરવિંદભાઇ પટેલે કરી હતી.

વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમાં બેંકનાં ચીફ એકઝીકયુટીવ ઓફિસર રોહિતભાઇ આઇ. પટેલે આવકાર પ્રવચન કરી બેંકની પ્રગતિની ઝાંખી કરાવી બેંકને પ્રગતિનાં સોપાનો સર કરવાની દ્રઢ ઇચ્છા વ્યક્ત કરી હતી. સાધારણ સભામાં એજન્ડા મુજબની કામગીરી હાથ ધરાતાં બેંકના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પટેલ, હરિસિંહ સોલંકી, મગનભાઇ પટેલ, પંકજભાઇ પટેલ, મંગળભાઇ ગાંવિત, અશોકભાઇ પટેલ, કિશોરભાઇ પટેલ, કાલિદાસભાઇ ચૌધરી, હિતેશભાઇ (રામભાઇ) પટેલ, વનમાળીભાઇ બારીયા, અંબેલાલ પટેલ ઉપસ્થિત રહી એજન્ડા મુજબની કામગીરીમાં દરખાસ્ત અને ટેકો આપ્યો હતો. જ્યારે બેંકનાં જનરલ મેનેજર મનીષાબેન દેસાઇ, લોન મેનેજર દશરથસિંહ રાજપુત, મેનેજર વહીવટ રાકેશભાઇ પટેલ સહિતનો બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર સાધારણ સભાનું સંચાલન બેંકનાં વીજીલન્સ ઓફિસર જયંતિલાલ વી.પરમારે સફળતાપૂર્વક કર્યું હતું. અંતમાં આભારવિધિ બેંકનાં વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પટેલે કરી ઉપસ્થિત સૌ બેંકના સભાસદો, મંડળીનાં હોદ્દેદારો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ગોધરા: પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસના સોશિયલ મિડીયાના કન્વીનર તરીકે યુવા અને ઉત્સાહી કાર્યકતા કાજલ પરમારની નિમણુંક

ProudOfGujarat

ભરૂચ તાલુકાના વરેડિયા હાઇવેથી હજરત દોલા શા પીરની દરગાહ સુધીના માર્ગનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

સી.એમ. કાર્યાલયના ઓ.એસ.ડી. કે. એન. શાહનો જન્મદિન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!