ધરમપુર પ્રંતાધિકરી એમ બી પ્રજાપતિ ની ત્રણ વર્ષ ની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ બદલી ન થતા લોકો રાજકિયતંત્ર ની સાથે સાથે વહીવટીતંત્ર ની કામગીરી ને બાન માં લઈ વિરોધાભાસી પ્રસ્ન ઉભા કરી રહ્યા છે.
સામાન્ય રીતે સરકારી અધિકારીઓ ને એક સ્થાને ફરજ બજાવતા ને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ રાજ્ય ના કોઈ પણ જિલ્લા માં બદલી કરી દેવાતી હોય છે. પરંતુ ધરમપુર પ્રાંત એમ બી પ્રજાપતિ ની ની બદલી ન થતા પ્રજાપતિ સરકારી કર્મચારીઓ સહિત પ્રજા માં ચર્ચા ના કેન્દ્ર બની ગયા છે. લાંબા સમય થી વલસાડ ના પુરવઠા અધિકારી તેમજ અન્ય વિભાગી ના ઇન્ચાર્જ અધિકારી તરીકે અને હાલ ના ધરમપુર ના પ્રાંત તરીકે ફરજ બજાવી રહેલ એમ બી પ્રજાપતિ માટે રાજ્યસરકારે નિયત કરેલ નિયમો લાગુ પડતા ન હોય તેમ જણાતા લોકો વહીવટી તંત્ર ની સાથે સાથે રાજકીય તંત્ર ને પણ બાન માં લઇ રહ્યા છે.
એક જ સ્થાન પર ત્રણ વર્ષ ની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ ને અન્ય સ્થાને બદલી કરી દેવાની સરકાર ની નીતિ છે.સરકારે અપનાવેલ આ નીતિ ના યોગ્ય કારણો પણ છે.એકી સાથે એકજ સ્થાન પર લગાતાર ત્રણ વર્ષ સુધી ફરજ બજાવતો અધિકારી તેમના વિસ્તાર ના તમામ લોકો સાથે સતત સંકળાયેલ હોવા થી એક બીજા સાથે મિત્રતા નો સબન્ધ સાથે જોડાઈ જાય છે જેને કારણે તે વિસ્તાર ના લોકો ના કામ માં મેળાપીપણા ની નીતિ નો ઉપયોગ થ તો હોય છે .લોકો ના કામ સીધી રીતે ન થતા લોકો કોઈ પણ કીમતે કામ કરાવવા માટે અધિકારી સાથે સંકળાયેલ દલાલો પાસે કામ કરાવવા મજબુર બની જાય છે.જેમાં મસમોટી રકમ લઈ દલાલો અને અધિકારી વિસ્તાર ના લોકો નું ભરપૂર સોસણ કરે છે વિસ્તાર ના ભૂ માફિયા થી લઈ જમીનદલાલો અધિકારી સાથે મેળાપીપણ કરી મસમોટું કૌભાંડ આચરતા હોય છે.જેને કારણે સરકારે સરકારી કર્મચારીઓ ની એક સ્થાન પર ફરજ બજાવવા માટે સમય મર્યાદા નક્કી કર્યું છે. પરંતુ વલસાડ જિલ્લા ખાતે ઇન્ચાર્જ રૂપે આર ટી ઓ, જિલ્લા પુરવઠા , પારડી પ્રાંત અને કાયમી ધોરણે ધરમપુર પ્રાંત ની ફરજ બજાવી રહેલ એમ બી પ્રજાપતિ પર સરકાર કેમ મહેરબાન છે તે સમજાતું નથી.જોકે આર ટી ઓ ની દલાલીપ્રથા વિશે અનેકોવાર અખબારી અહેવાલો માં પ્રકાશિત થયા બાદ તંત્રે ઊંઘ ખંખેરી એમ બી પ્રજાપતિ પાસે થી આર ટી ઓ નું ચાર્જ લઈ અન્ય અધિકારી ને સુપ્રત કર્યું હતું. વલસાડ જિલ્લા ના કર્મચારીઓ માં દુઃખદ રીતે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે અન્ય ઉચ્ચ અધિકારીઓ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા એમ બી પ્રજાપતિ ને જ મુખ્ય વિભાગો સુપ્રત કરવા માં આવ્યા છે . વલસાડ ની પ્રજા માં ચાલી રહેલ ચર્ચા પ્રમાણે રાજતંત્ર ના કેટલાક ઉચ્ચ પદાધિકારીઓ સાથે સબંધ ધરાવતા હોવા થી એમ બી પ્રજાપતિ ની બદલી માટે રાજ્ય સરકાર પણ પોતે નક્કી કરેલ કાયદા ની જાતે જ ઠેકડી ઉડાવી રહ્યું છે.
લાંચ નાં વિવાદ માં રહેલા અધિકારી ને વહીવટી તંત્રે અનેક મુખ્ય વિભાગો ની જવાબદારી આપી છે !!!
એમ બી પ્રજાપતિ ચીખલી ખાતે મામલતદાર ની ફરજ બજાવતા હતા ત્યારે લાંચ લીધા ના વિવાદ માં રહ્યા હતા.એસીબી એ એમ બી પ્રજાપતિ ના ટેબલ ના ખાના માંથી રિસ્વત રૂપી મુકેલા નાણા પ્રાપ્ત કર્યા હતા.સેટિંગદોટકોમ ની સ્કીમ હેઠળ કરવાં માં આવેલ રાજકીય તંત્ર ની મહેરબાની એ એમ બી પ્રજાપતિ ને ત્યાંથી અન્ય સ્થાને બદલી કરી દેવા માં આવી હતી અને ત્યાં થી વલસાડ બદલી થતા તેમના પર તંત્ર ખૂબ જ મહેરબાન થયું હતું. પ્રજાપતિ ને ધરમપુર પ્રાંત ની કાયમી ફરજ સાથેસાથે જિલ્લપૂર્વઠા , પારડી પ્રાંત, આર ટી ઓ જેવા મુખ્ય વિભાગો નાં ઇન્ચાર્જ અધિકારી તરીકે નિયુક્ત કરવા માં આવ્યા હતા .પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ તેમની બદલી ન કરાતા તંત્ર સાથે તેમનું જબરું સેટિંગ હોવા નું ચર્ચાઈ રહ્યું છે.