Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનવતા : સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરીવાર દ્વારા દિલીપભાઈના પરીવારના લાભાર્થે એક લાખને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

Share

તારીખ ૯ જૂનના રોજ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામા અબોલ પક્ષીને બચાવવા જતા દિલીપભાઈને વીજકરંટ લાગવાથી તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. દિલીપભાઈ શાકભાજીની લારી ચલાવતા હતા તેમજ તેઓ ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતા તેઓને સંતાનમાં ત્રણ બાળકો હતા બે પુત્ર તેમજ એક પુત્રી આ ઘટના બનતા આ ત્રણેય બાળકો પિતા વિહોણા થયા હતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિનાં હતાં પોતાના ઘરમાં દિલીપભાઈ એક જ કમાનાર વ્યક્તિ હતા. તારીખ 11 જૂનના રોજથી સંવેદના ન્યુઝ પરિવારની સમગ્ર ગુજરાતની ટીમ દ્વારા આ પરિવારના લાભાર્થે ફંડ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે આજરોજ સુધી શરૂ હતી અને આ ઝુંબેશના અંતમાં આજરોજ તારીખ 21 જૂન 2021 ના રોજ એક લાખને એક રૂપિયાનો ચેક દિલીપભાઈના પરિવારનો અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે બે મહિનાની અનાજની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. સંવેદના અબોલ જીવોની ન્યુઝના તંત્રી સેન્જલભાઈ મહેતા, મહેસાણા જિલ્લાના બ્યુરો ચીફ મયંકભાઈ નાયક, વડા જિલ્લાના બ્યુરો ચીફ રાહુલભાઈ પંચાલ મહેસાણાના મનમિતસિંગ અરોરા, તેમજ દીપાભાઈ દરબારએ સ્વર્ગીય દિલીપભાઈના પરિવારની મુલાકાત લીધી હતી. માલપુરના મયુરભાઈ દરજીનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ઝઘડિયાના મુલદ ચોકડી નજીક નેશનલ હાઇવે પર હાઇવા ટ્રકે મોટરસાયકલને અડફેટમાં લેતા બે યુવકો ઘવાયા

ProudOfGujarat

કોરોનાની વૈશ્વિક મહામારીનાં કારણે ગોધરા એસ.ટી વિભાગનાં 112 શીડયુલ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણવાડીઓમાં નવરાત્રી પર્વ દરમ્યાન સરકારી અધીકારીઓ, પદાધીકારીઓ દ્વારા કન્યા પુજન કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!