બોગસ નોટ કૌભાંડમાં આરોપીઓને પોલીસે આકાશ પાતાળ એક કરી પણ ગોતી લીધા હતા પોલીસની ટીમ સતત આ કામગીરીમાં વ્યસ્ત રહી હતી અને પોલીસની ટીમને સફળતા મળી હતી જેમાં સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયન, વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાના ચક્રવ્યૂહમાં બે નંબરી ધંધા કરનારાઓ ફસાયા છે અને સીધો જેલ યોગ થયો છે જેમાં રંગમાં રંગ પૂરનાર એસઓજી પીઆઇ વી.બી.વારડ અને એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામીની ટીમને સફળતા મળી હતી.એસઓજીએ 500ના દરની 148 ડુપ્લીકેટ નોટો સાથે બે આરોપીની ધરમપુરથી ધરપકડ કરી વધુ તપાસ કરતા અન્ય ચાર ઇસમોને નાશિકથી પકડીને લઇ આવી હતી.
11 જૂનના રોજ મૂડ રાજકોટના વતની એસઓજી પીઆઇ વી.બી.વારડ અને એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી તથા તેમની ટીમે બાતમીના આધારે ધરમપુર સમડી ચોક સામે આવેલ જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાંથી આરોપી ઝીપરૂ સંતા પાસેથી 500 ના દરની ખોટી ચલણી નોટો નંગ-60 સાથે કબજે લઇ તપાસ હાથ ધરાઇ હતી. જે બાદ અન્ય ત્રણ ઇસમોને ધરમપુરથી પકડી પાડી તેઓ પાસેથી રૂ.500 ના દરની ખોટી નોટો નંગ-88 કબજે લઇ આરોપીઓના 19 જૂન સુધી રિમાન્ડ મેળવાયા હતા.
આ બનાવટી ચલણી નોટ ક્યાં પ્રિન્ટ કરાઇ હતી અને નોટો સર્ક્યુલેશન કરવામાં કોણ કોણ સંડોવાયેલ છે તેમજ આ કામમાં ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી અને પ્રિન્ટ થયેલ નોટો કબજે કરવા સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓની ધરપકડ માટે જિલ્લા એસપીની સુચનાને લઇ એસઓજીની ટીમે મહારાષ્ટ્રના નાશિક વિસ્તારથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી બનાવટની રૂપિયા 500 ના દરની 300 નંગ ડુપ્લીકેટ નોટો કબજે કરી છે. બોગસ નોટ કૌભાંડમાં આરોપીઓની ભૂમિકા આરોપી હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરી રહે.ગામ માંધા ચીકાર ફળિયુ તા.સુરગાણા જી.નાશિક એ સહ આરોપી કૂતેશ ઉર્ફે અજય પાસે આ નોટો ફોટો શોપ સોફ્ટવેરમાં સ્કેન કરાવી નોટોની પ્રિન્ટો મહારાષ્ટ્રમાં કઢાવી આરોપી જયસિંગ મારફતે સહ આરોપીઓને વટાવવા માટે આપી હતી. આરોપી હરીદાસ ડુપ્લીકેટ 500 ના દરની 132 નોટો સાથે પકડાયો છે. જે સાપુતારા અને વઘઇ પોલીસ મથકમાં પ્રોહીબીશનમાં પણ પકડાઇ ચૂક્યો છે.
આરોપી કૂતેશ ઉર્ફે અજય બોચલ રહે.ટેમ્બરૂલપાડા નાશિક એ બી.એસ.સી.નો ડિગ્રી ધારક છે અને આરોપી હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરીના કહેવાથી ફોટો શોપ સોફ્ટવેરના માધ્યમથી સ્કેન કરી કલર પ્રિન્ટો કાઢી આપતો હતો. આરોપી જયસિંગ લક્ષ્મણ વળવી રહે.સુરગાણા નાશીક હરીદાસ પાસેથી બનાવટી નોટો મેળવી અગાઉ પકડાયેલ આરોપી પરસુને આપતો હતો. જયસિંગ પાસેથી 102 નોટો મળી છે. આરોપી ભગવંતા ઉર્ફે ભગવાન સુક્કર ગુંબાડે રહે.નાશીક એ ડુપ્લીકેટ નોટો વટાવવા માટે સહ આરોપી પરસુ પાસેથી મેળવેલ હતી. 66 ડુપ્લીકેટ નોટો મળી છે. આરોપી કુતેશ અને હરીદાસ 500 ની નોટ ફોટો શોપ સોફ્ટવેરમાં સ્કેન કરી લેપટોપ તથા પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢી આ નકલી નોટો બનાવીને ખરા તરીકે ઉપયોગ કરી ધરમપુર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં સરક્યુલેટ કરતા હતા. સામાવાળાને શંકા ન જાય તે માટે ખરી નોટોના બંડલમાં અમુક ખોટી નોટો મુકી બજારમાં સર્ક્યુલેશનમાં મુકી દેતા હતા. પીએસઆઈ કે.જે.રાઠોડ, પીએસઆઈ સી.એચ.પનારા, પીએસઆઈ એલ.જી.રાઠોડ, પીએસઆઈ ર્કે.એમ.બેરીયા, એસ.ઓ.જી ટીમના સયદ બાબન વાઢુ, ભાવેશભાઇ મગનભાઇ, અરૂણ સીતારામ ,મેહુલભાઇ અરવીંદભાઇ આરોપીને દબોચવાની કામગીરીમાં સામેલ હતા.
કાર્તિક બાવીશી, વલસાડ