વલસાડ સરોધી હાઈવે ઉપર આવેલી રાજપુરોહિત ઘાબા પર ગેરકાયદેસર ડીઝલ વેચવાનો કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે હોટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરી છેપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે વલસાડના સરોધી હાઇવે ઉપર આવેલી હોટેલમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરતા હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના સરોઘી નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલી રાજપુરોહિત ઢાબા નામની હોટલમાં તેનો મેનેજર શૌચાલય બાથરૂમની બાજૂમાં ડીઝલના કેરબામાં ભરી કોઇપણ બિલ વિનાનો જથ્થો સસ્તા ભાવે વેચાણ કરતા ઝડપાઈ ગયો હતો ત્યાં એક કાર ઉભી હતી તે ઇસમો પાસે બિલ અને કાગળો માગતા કોઇ આધાર પૂરાવા મળ્યા ન હતા. પોલીસે ત્યાંથી 50 લિટર ડીઝલ મળી આવ્યો હતો ના ડીઝલ ગેરકાયદેસર હોય જેની કિંમત ૨.૬ લાખ છે પોલીસે હોટલ ઘાબાનો મેનેજર વલસાડના સરોધી રાજપુરોહિત હોટલ માં રહેતા અને મુળ રાજસ્થાનના પુખરાજ સાવળાજી રાજપુરોહિત
અને નવસારી આરટીઓ ઓફિસની બાજુમાં રહેતા ગણેશ ગંગારામ જાટ. માનારામ ચોલારામ જાટ આ તમામ ઝડપાઇ ગયા હતા અને અને ડિઝલ સસ્તુ મળતું હોવાથી લોકો અહીં મેનેજર પાસે ડીઝલ ભરવા માટે આવતા હતા અને મેનેજર પણ ડીઝલ લોકો પર મંગાવીને રાખી મૂકતો હતો ઓળખીતા આવે તેમને ડીઝલ આપવાનુ પણ હાલમાં મેનેજર સહિત ડીઝલ પુરાવવા આવેલા બે જણા ઝડપાઈ ગયા છે પોલીસે એમની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કાર્તિક બાવીશી